India News:દિલ્હી (Delhi)માં CJPના વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખી 25,000 જવાનો તૈનાત અને BNSS કલમ 163 લાગુ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાનારા આ પ્રદર્શનને લઈને કનોટ પ્લેસ, ભગીરથ પેલે માર્કેટ તેમજ રાજીવ ચોક સહિત 45 મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને દિલ્હી પોલીસે સમગ્ર શહેરમાં અભૂતપૂર્વ અને લોખંડી સુરક્ષા કવચ ગોઠવી દીધું છે.
પોલીસે આ પ્રદર્શન માટે કોઈ મંજૂરી આપી ન હોવા છતાં, સંભવિત ઘર્ષણ અને અંધાધૂંધી રોકવા માટે 25,000 જેટલા સુરક્ષા જવાનો ખડકી દેવામાં આવ્યા છે અને નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 લાગુ કરી દેવાઈ છે.
Delhi કનોટ પ્લેસ અને ભગીરથ પેલેસ માર્કેટ સંપૂર્ણ બંધ
વિરોધ પ્રદર્શનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજધાનીના મુખ્ય વેપારી સંગઠનોએ સાવચેતીના ભાગરૂપે બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે. નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA) ના પ્રમુખ અતુલ ભાર્ગવના પરિપત્ર મુજબ, કનોટ પ્લેસની દુકાનો, ઓફિસો, શોરૂમ્સ અને રેસ્ટોરાં શનિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
એશિયા (Asia)ના સૌથી મોટા ઇલેક્ટ્રિકલ માર્કેટ તરીકે ઓળખાતા ભગીરથ પેલેસના ટ્રેડર્સ બોર્ડે દિલ્હી પોલીસ સાથેની બેઠક બાદ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોને પણ બજારમાં ન આવવા અપીલ કરાઈ છે. સાવચેતીના પગલા તરીકે શુક્રવાર અને શનિવારે દિલ્હીમાં તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો પણ આદેશ અપાયો છે.
આ પણ વાંચો:દિલ્હીમાં CJPના વિરોધ પહેલાં સુરક્ષા કડક, કલમ 163 લાગુ
આ પણ વાંચો:CJP Delhi Protest: દિલ્હીમાં પ્રદર્શન પહેલાં પોલીસની કડક કાર્યવાહી, ટ્રેન-મેટ્રો પર અસરનો દાવો
આ પણ વાંચો:CJPના વિરોધને લઈને દિલ્હી પોલીસ એલર્ટ, DCPએ કહ્યું- “સંપૂર્ણપણે તૈયાર છીએ”
