Delhi News : દિલ્હીમાં 10 ઓક્ટોબર 2026ના રોજ જંતર-મંતર (Jantar Mantar)ખાતે પ્રસ્તાવિત કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન (Delhi CJP Protest)પહેલાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ (Section 163 Delhi)કરવામાં આવી છે. દિલ્હી પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાથી દૂર રહેવાની અપીલ કરી છે.
દિલ્હી પોલીસનો નાગરિકોને ખુલ્લો પત્ર
વિરોધ પ્રદર્શન (Delhi CJP Protest)પહેલાં દિલ્હી પોલીસે (Delhi Police)નાગરિકોને સંબોધીને ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં પોલીસકર્મીઓના માનવીય પાસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે સંદેશ આપ્યો કે, “કોઈપણ ગણવેશ અને કોઈપણ અભિપ્રાયથી આગળ, આપણે સૌ પ્રથમ માણસ છીએ.”
પોલીસે વધુમાં જણાવ્યું કે, “યુનિફોર્મ પાછળ એક માણસ છે, તેનો પણ એક પરિવાર છે, તેના પણ પોતાના લોકો છે.” આ સંદેશ દ્વારા લોકશાહી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે માનવીય અને સન્માનજનક વ્યવહાર જાળવવા અપીલ કરવામાં આવી છે.
કલમ 163 લાગુ, ભેગા થવા અને સરઘસ પર નિયંત્રણ
CJPના પ્રસ્તાવિત વિરોધને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં સુરક્ષાનાં પગલાં વધુ કડક (Delhi Security Alert)બનાવવામાં આવ્યાં છે. લાગુ કરાયેલા પ્રતિબંધો અનુસાર, પૂર્વ પરવાનગી વિના પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે ભેગા થવા, સરઘસ કાઢવા, વિરોધ પ્રદર્શન કરવા અને સૂત્રોચ્ચાર કરવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે.
સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ (Delhi Police)અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરનારા અથવા સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
મેટ્રો અને રેલવે વ્યવસ્થા પર પણ અસર
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દિલ્હી મેટ્રોના 57 સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે અને દિલ્હી આવતી કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. જોકે, મુસાફરોએ મુસાફરી પહેલાં મેટ્રો અને રેલવેની સત્તાવાર સૂચનાઓ તપાસવી જરૂરી છે.
દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓથી દૂર રહે, શાંતિ જાળવે અને કાયદાનું પાલન કરે. પોલીસનો સંદેશ સ્પષ્ટ છે કે લોકશાહી પદ્ધતિથી વિરોધ કરવાનો અધિકાર જાળવી રાખતાં હિંસા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડે તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.
આવતીકાલના પ્રસ્તાવિત વિરોધ પહેલાં હવે દિલ્હી પોલીસ અને વહીવટીતંત્રની નજર સુરક્ષા વ્યવસ્થા અને સંભવિત ભીડના નિયંત્રણ પર રહેશે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની મોટી ટકોર: દિલ્હી મેટ્રો અને ટ્રેનો બંધ કરવા સામે સવાલ
આ પણ વાંચો: RPFની મહિલા SIએ CPR આપીને બચાવી મુસાફરની જિંદગી, ફરજ સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
આ પણ વાંચો: “જો ડર ગયા વો મર ગયા” દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બંધ કરવા પર TMC સાંસદ મહુઆ મોઇત્રાનો કટાક્ષ
