ટોક્યો ઓલિમ્પિક્સમાં 30 જુલાઇ શુક્રવારે આઠમાં દિવસની ઇવેન્ટ્સ યોજાઈ રહી છે. આજનાં દિવસની શરૂઆત પણ ભારત માટે થોડી નિરાશાજનક રહી. જો કે હવે બોક્સિંગમાં લવલિનાએ ઇતિહાસ રચી ભારતને વધુ એક મેડલની નજીક પહોંચાડી દીધો છે. આપને જણાવી દઇએે કે, Lovlina Borgohain એ બોક્સિંગ મેચની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એટલે કે ભારતનો વધુ એક મેડલ કન્ફર્મ થઇ ગયો છે.
આ પણ વાંચો – Tokyo Olympic 2021 / દીપિકા કુમારી મેડલની નજીક પહોંચી, ક્વોર્ટરફાઇનલમાં મેળવ્યુ સ્થાન
મહિલા વેલ્ટરવેઇટ (64-69 કિગ્રા) ક્વાર્ટર ફાઇનલમાં, લવલિનાએ ચાઇનીઝ તાઇપેઇની ચિન-ચેન નિએનને 4-1થી હરાવી તે પહેલા લવલિનાએ બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા જર્મનીની નાદિન એપેટ્ઝ સામે 3-2થી વિજય મેળવી ટોક્યો ઓલિમ્પિક ચેલેન્જ શરૂ કર્યો હતો. ભારતની લોવલિના બોરગોહેએ અંતે 2020 માં ઓલિમ્પિક્સની મહિલા વેલ્ટર કેટેગરીમાં દેશ માટે વધુ એક ચંદ્રક મેળવ્યો છે. તેણીએ ક્વાર્ટર ફાઈનલમાં ચાઇનીઝ તાઇપેઇની ચિન-ચેન નિએનને 4-1થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે લવલિનાએ ભારતની મેડલની તરફ વધુ એેક પગલુ આગળ વધાર્યુ છે. બોક્સિંગમાં ક્વાર્ટર ફાઇનલ જીતનો અર્થ છે કે હવે લવલિના કાંસ્ય પદક પાક્કો થઇ ગયો છે. મેરી કોમનાં વિદાય બાદ ઓલિમ્પિકમાંથી ભારત માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
#TokyoOlympics | Boxing, Women's Welterweight (64-69kg), Quarterfinal 2: Lovlina Borgohain beats Chinese Taipei's Chin-Chen Nien 4-1, assured of a medal pic.twitter.com/gxKKQkZee0
— ANI (@ANI) July 30, 2021
આ પણ વાંચો – Tokyo Olympic 2021 / પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહેલી સિમરનજીત કૌર પહેલા જ મુકાબલામાં હારી
લવલિનાએ તેની શરૂઆત ખૂબ આક્રમક કરી નહોતી પણ સમયની સાથે તેણી પ્રથમ રાઉન્ડમાં ચપળતાથી આગળ વધી હતી. આ મેચ ખૂબ નજીક રહ્યો હતો, જેને જજોએ લોવલિનાની તરફેણમાં નિર્ણય કર્યો હતો. ત્રણ જજોએ લવલિનાની તરફેણમાં નિર્ણય આપ્યો અને હવે લવલિના આગળનાં મુકાબલા માટે તૈયાર થઇ ગઇ છે. બીજા રાઉન્ડમાં એકબીજા પર હુમલો કરવાના પ્રયાસો તેજ થયા. ચિન અહીં વધુ પ્રયત્નો કરતી જોવા મળી હતી. પરંતુ લવલિના બીજા રાઉન્ડમાં પણ જીતી ગઈ અને પાંચ જજોએ તેને પોઇન્ટ આપ્યા. ત્રીજા રાઉન્ડમાં પણ, લવલિનાએ તેની મજબૂત જીત તરફ આગળ વધી. સેમીફાઇનલમાં, લવલિનાનો સામનો પ્રથમ સીડની બોકસર સામે થશે.
#TokyoOlympics | Boxing, Women's Lightweight (57-60kg) Preliminaries Round of 16: Simranjit Kaur loses to Thailand's Sudaporn Seesondee 5-0 pic.twitter.com/C2w8GH3rnx
— ANI (@ANI) July 30, 2021
આ પણ વાંચો –Tokyo Olympic 2021 / પિસ્તોલ શૂટિંગમાં ભારતને મળી નિરાશા, મનુ ભાકરની યાત્રા પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિક્સનાં આઠમાં દિવસે બોક્સર સિમરનજીત કૌરનો મુકાબલો મહિલા 60 કિલોની અંતિમ16 માં થાઇલેન્ડની સુદાપોર્ન સીસોંદી સાથેે થયો. આ મેચમાં સિમરનજીત કૌર પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. તેણી આ રાઉન્ડમાં 5-0થી હારી ગઈ હતી. સિમરનજીત કૌર પ્રથમ વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરી રહી છે અને આનું દબાણ તેની રમતમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
