MANTAVYA Vishesh/ ‘રાજીનામું આપો, નહીં તો…’ જ્ઞાનેશ કુમારને CJPની ખુલ્લી ચીમકી!

CJP ultimatum to Gyanesh Kumar: CEC જ્ઞાનેશ કુમાર સામે CJPએ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી વિરોધની ચીમકી. જાણો SIR, મતદાર યાદી અને સમગ્ર વિવાદની મહત્વની વાતો.

Mantavya Vishesh India
CJP ultimatum to Gyanesh Kumar: 48 કલાકનો INTENSE અલ્ટિમેટમ, ‘જંતર-મંતર 2’ની ચીમકી

Mantavya Vishesh : જે વ્યક્તિના હાથમાં દેશની ચૂંટણી પ્રક્રિયાની સૌથી મોટી જવાબદારી છે… એ જ મુખ્ય ચૂંટણી કમિશનર સામે હવે 48 કલાકનું અલ્ટિમેટમ (CJP ultimatum to Gyanesh Kumar) કેમ? કોણ છે જ્ઞાનેશ કુમાર? CJPએ અચાનક તેમની સામે મોરચો કેમ ખોલ્યો? અને શું ફરી એકવાર દિલ્હીના જંતર-મંતર પર મોટો વિરોધ જોવા મળશે?

CJP ultimatum to Gyanesh Kumar: ‘જંતર-મંતર 2’ની ચીમકી

જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી છે. કેન્દ્ર સરકારમાં ગૃહ, સંરક્ષણ, સંસદીય બાબતો અને સહકાર જેવા મહત્વના વિભાગોમાં કામ કર્યા બાદ તેઓ ચૂંટણી પંચમાં આવ્યા અને 19 ફેબ્રુઆરી 2025થી દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. એટલે આજે CJP જે વ્યક્તિ સામે સવાલ ઉઠાવી રહ્યું છે, તે દેશની ચૂંટણી વ્યવસ્થાના સૌથી મહત્વના પદ પર બેઠેલી વ્યક્તિ છે.

CJP ultimatum to Gyanesh Kumar: CJPનો 48 કલાકનો અલ્ટિમેટમ, ‘જંતર-મંતર 2’ની ચીમકી
CJP ultimatum to Gyanesh Kumar: જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી

સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા…એટલે કે SIR. મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અને ફરી ઉમેરવાની પ્રક્રિયા, નવા મતદારોની નોંધણી અને મતદાર ડેટાના સંચાલનને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. તાજેતરના અહેવાલોમાં ચૂંટણી પંચની અંદર જ કેટલાક નિર્ણયો અંગે વાંધા નોંધાયા હોવાનું સામે આવ્યું. આ જ મુદ્દાને CJPએ પકડી લીધો અને હવે સીધું જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ (Gyanesh Kumar Resignation) કરી છે.

CJPના સ્થાપક અભિજીત દિપકેએ (Abhijeet Dipke) કહ્યું છે…48 કલાકમાં (48 Hour Ultimatum) જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી વિરોધ શરૂ કરવામાં આવશે અને ‘જંતર-મંતર 2’ કરવાની ચીમકી આપવામાં આવી છે. CJPએ જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી, આગામી ચૂંટણીઓ પર રોક અને SIRની પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ જેવી માંગણીઓ પણ કરી છે.

CJP ultimatum to Gyanesh Kumar: CJPનો 48 કલાકનો અલ્ટિમેટમ, ‘જંતર-મંતર 2’ની ચીમકી
CJP ultimatum to Gyanesh Kumar: રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી વિરોધની ચીમકી

CJP જે મુદ્દાને લઈને સવાલ કરી રહ્યું છે, તેના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું છે કે કમિશનરો વચ્ચે અલગ અભિપ્રાય કે આંતરિક નોંધો હોવી પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે અને SIR સહિતના અંતિમ નિર્ણયો ત્રણેય કમિશનરોએ સર્વસંમતિથી લીધા છે. એટલે એક તરફ CJPના ગંભીર આરોપો… બીજી તરફ ચૂંટણી પંચનો સ્પષ્ટ ઇનકાર.

CJP ultimatum to Gyanesh Kumar: CJPનો 48 કલાકનો અલ્ટિમેટમ, ‘જંતર-મંતર 2’ની ચીમકી

CJPનું 48 કલાકનું અલ્ટિમેટમ શું માત્ર દબાણની રાજનીતિ રહેશે કે ખરેખર દેશવ્યાપી આંદોલન શરૂ થશે? જ્ઞાનેશ કુમાર સામેનો આ વિરોધ ક્યાં સુધી પહોંચશે? અને સૌથી મોટો સવાલ…મતદાર યાદી જેવા સંવેદનશીલ મુદ્દે ઊભા થયેલા સવાલોના જવાબ હવે રસ્તા પર મળશે કે ચૂંટણી પંચના જવાબથી? 48 કલાકની ઘડિયાળ શરૂ થઈ ગઈ છે… હવે નજર CJPના આગામી પગલા પર છે.


આ પણ વાંચો: MPSC પરીક્ષા વિવાદમાં વિદ્યાર્થીઓના આંદોલનને CJPનું સમર્થન, 24 સપ્ટેમ્બર સુધીની આપી મુદત

આ પણ વાંચો: જંતર-મંતર મારપીટ કેસમાં નવો વળાંક, વાયરલ પોડકાસ્ટ ક્લિપ બાદ CJPની લીગલ ટીમ સક્રિય

આ પણ વાંચો: CJPને મનાવવા સરકારના પ્રયાસો તેજ, પુડુચેરી સુધી પહોંચ્યું પ્રતિનિધિમંડળ