ઇન્દોર,
ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૫૩ રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમે ૧.૨ ઓવર બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો.
કિંગ્સ ઈલેવન પંજાબના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ, સ્પિન બોલર મુજિબ ઉર રહેમાન અને ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇ રહ્યા હતા. પરંતુ મુજિબ ઉર રહેમાનને શાનદાર બોલિંગ પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મુજિબે ૪ ઓવરમાં ૨૭ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
Match 38. It's all over! Kings XI Punjab won by 6 wickets https://t.co/w58fdLggjl #KXIPvRR
— IndianPremierLeague (@IPL) May 6, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૫૨ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા RRની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન ડાર્સી શોટ માત્ર ૨ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ૩૯ બોલમાં ૭ ચોક્કા સાથે ૫૧ રન ફટકાર્યા હતા.
FIFTY for @josbuttler off 37 deliveries.#KXIPvRR #VIVOIPL pic.twitter.com/a5562DeXYA
— IndianPremierLeague (@IPL) May 6, 2018
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન અજીન્ક્ય રહાને પણ માત્ર ૫ રન બનાવી અક્ષર પટેલનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસને ૨૮ રન જયારે મેચની અંતિમ ઓવરોમાં શ્રેયસ ગોપાલે ૧૬ બોલમાં ૨૪ રન ફટકાર્યા હતા. આ સિવાય RRનો કોઈ બેટ્સમેન પંજાબના બોલરો સામે ટકી શક્યા ન હતા. પંજાબ તરફથી સ્પિન બોલર મુજિબે સૌથી ૩ વિકેટ જયારે ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇએ ૨ વિકેટ ઝડપી હતી.
RRની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૫૩ રનના ટાર્ગેટને કિંગ્સ ઈલેવન પંજાબે ૪ વિકેટના નુકશાને ૧૮.૪ ઓવરમાં જ વટાવી વિજય પોતાના નામે કર્યો હતો. ૧૫૩ રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેલ માત્ર ૮ રન બનાવી આઉટ થયો હતો. જયારે કરુણ નાયરે ૨૩ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા.
#KXIP batsman @klrahul11 brings up his FIFTY of 44 deliveries.#KXIPvRR #VIVOIPL pic.twitter.com/DgQ96PPyBv
— IndianPremierLeague (@IPL) May 6, 2018
બીજી બાજુ ઓપનર બેટ્સમેન કે એલ રાહુલે ટીમનો એક છેડો સાચવી રાખતા માત્ર ૫૪ બોલમાં અણનમ ૮૪ રનની મેચ વિનિંગ રમી હતી. રાહુલે ૮૪ રનની ઇનિંગ્સ દરમિયાન ૩ સિક્સર અને ૭ ચોક્કા ફટકાર્યા હતા અને ટીમને વિજયના પથ પર અગ્રેસર કરી હતી. જયારે ઓલરાઉન્ડર ખેલાડી સ્ટોનિશે ૨૩ રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી ઝડપી બોલર બેન સ્ટોકસ અને ગૌતમે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
