Rajkot News/ ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસને પોતાની પેઢીની જેમ ચલાવે છે, રાજકોટ કોંગ્રેસમાં ભડકો

Rajkot Congressમાં સર્જાયેલા જૂથવાદનું કારણ પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસની ઓફિસ માટે આપેલી જગ્યા છે. હવે આ જગ્યાને લઈને પણ વિવાદ સર્જાયો છે. ભૂતપૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા ગ્રુપમાં લખ્યું હતું કે ઇન્દ્રનીલ રાજગુરુના કારણે જૂના કોંગ્રેસીઓ ઓફિસ પર આવતા નથી.

Top Stories Gujarat Rajkot Breaking News
રાજકોટ કોંગ્રેસમાં ભડકોઃ ઇન્દ્રનીલ રાજગુરુ પર આક્ષેપ

Rajkot News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડોકાઈ રહી છે ત્યારે રાજકોટ કોંગ્રેસ (Rajkot Congress) માં ભડકો થયો છે. ભૂતપૂર્વ કોંગી કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસી કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણી (Pravin Sorani) એ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ (Rajkot Congress President) ઇન્દ્રનીલ રાજગુરુ (Indranil Rajguru) પર આક્ષેપ કર્યો છે કે તે શહેર કોંગ્રેયને પોતાની પેઢીની જેમ ચલાવે છે. તેના કારણે રાજકોટ શહેર કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે. આગામી ચૂંટણીની તૈયારી કરવાના બદલે આંતરિક જૂથવાદમાં રચેલી છે. ચૂંટણી પહેલાં જ જાણે હિસાબ બરોબર કરી લેવાનો હોય તેમ રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર છે. તેના કારણે રાજકીય નિષ્ણાતો પણ તે સવાલ પૂછી રહ્યા છે કે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ (BJP) સામે લડશે કે અંદરોઅંદર જ લડશે.

Indranil Rajguru

Rajkot Congressમાં કકળાટ

હાલમાં રાજકોટ કોંગ્રેસમાં સર્જાયેલા જૂથવાદનું કારણ પક્ષના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસની ઓફિસ માટે આપેલી જગ્યા છે. હવે આ જગ્યાને લઈને પણ વિવાદ સર્જાયો છે. ભૂતપૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા ગ્રુપમાં લખ્યું હતું કે ઇન્દ્રનીલ રાજગુરુના કારણે જૂના કોંગ્રેસીઓ ઓફિસ પર આવતા નથી. ઇન્દ્રનીલ રાજગુરુ પ્રમુખપદે રહીને જો સારી કામગીરી બજાવી શકતાં ન હોય તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

ઇન્દ્રનીલ રાજગુરુ (Indranil Rajguru) ઝપેટે ચઢ્યા

તેમણે ઇન્દ્રનીલ રાજગુરુ પર આક્ષેપોનો મારો કરતાં જણાવ્યું હતું કે તેઓ હશે તો કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં પક્ષને ઝીરો બેઠક મળશે. તેઓ ભાજપના સંપર્કમાં હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ શહેર પ્રમુખે કર્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખ પરના આ આક્ષેપના પગલે સનસનાટી મચી ગઈ છે.

Rajkot Congress
Rajkot Congress

કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ

રાજકોટ શહેર કોંગ્રેસ (Rajkot Congress) નો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગજ્જ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂ દ્વારા રાજકોટ કોંગ્રેસને કાર્યાલય ચલાવવા જગ્યા આપી છે. જેને કારણે વિવાદ સર્જાયો છે. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ સોશ્યલ મીડિયા ગ્રુપમાં લખ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજગુરુની કારણે જુના કોંગ્રેસી કાર્યાલય ખાતે આવતા નથી. એટલું ન નહિ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવો પણ ગંભીર લગાવ્યો હતો. નિવેદન આપતા કહ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં શૂન્ય સીટ આવશે તેવો દાવો કર્યો. છે તો આ કોંગી આગેવાન ભાજપના સંપર્કમાં હોઈ શકે છે તેઓ આક્ષેપ ખુદ શહેર કોંગ્રેસનું પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો. આના પગલે રાજકોટ શહેર કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે.

Congress

પ્રવીણ સોરાણીના આક્ષેપોએ મચાવી હલચલ

મહિલા કોંગ્રેસી કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણી ની વાઇરલ થયેલી સોશિયલ મીડિયા પોસ્ટ કોંગ્રેસના વર્તુળોમાં ફરવા લાગી છે અને આખી રાજકોટ કોંગ્રેસ તેના કારણે હચમચી ઉઠી છે. પ્રવીણ સોરાણીએ આ પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે તમે જ્યાં બેઠક બોલાવો છો ત્યાં કોઈ જૂના કોંગ્રેસી આવવા તૈયાર નથી. આમ તેમણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને લઈને જ પક્ષના જ લોકો દ્વારા જાહેરમાં માછલા ધોવામાં આવતા કોંગ્રેસ વર્તુળો પણ સ્તબ્ધ થઈ ગયા છે. છેલ્લા મળતા સમાચાર મુજબ પક્ષની નેતાગીરીએ તેની નોંધ લીધી છે અને આગામી દિવસોમાં રાજકોટ શહેર કોંગ્રેસની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે અને અસંતોષને ઠારવા માટેના પગલાં લેવાઈ શકે છે અને તેમા સમજાવટથી લઈને શિસ્તભંગના પગલાં લેવાય તો આશ્ચર્ય નહીં થાય.


આ પણ વાંચો: રાજકોટમાં ‘હું નાથુરામ ગોડ્સે’ નાટક સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો: રાજકોટ કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ

આ પણ વાંચો: આધ્યાત્મિક આગેવાન અને પૂર્વ AAP નેતા કરસનદાસ બાપુ કોંગ્રેસમાં જોડાશે