અમદાવાદમાં TP Global FXના ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગને લઈને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે EDને સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, 1.36 કરોડની રોકડ, 71 લાખનું સોનુ અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે.
માહિતી અનુસાર, EDએ આ મામલે આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે.ઉલ્લેખનિય છે કે EDએ અગાઉ ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ કેસની તપાસના સંબંધમાં 15 વિવિધ બેંકોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.
ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો ફોરેક્સએ માર્કેટ વિનિમય બજાર છે, જેને કરન્સી માર્કેટ પણ કહેતા હોય છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં વરસાદ બનશે વિલન/ નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની ભારે આગાહી
આ પણ વાંચો: Canada/ કેનેડાની સરકાર ખાલિસ્તાનીઓના સમર્થનમાં!, કેનેડામાં પંજાબીઓની સંખ્યા સૌથી વધુ
આ પણ વાંચો: ધોધમાર વરસાદની આગાહી/ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે મેઘમહેર
