Iran Gives Up Enriched Ur anium: અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે એક ઐતિહાસિક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ ના અહેવાલ અનુસાર, ઈરાન સૈદ્ધાંતિક રીતે પોતાના સૌથી ખતરનાક ‘હાઈલી એનરીચ્ડ યુરેનિયમ’ નો જથ્થો (સ્ટોકપાઈલ) છોડવા માટે સંમત થઈ ગયું છે. આ એ જ યુરેનિયમ ભંડાર છે જેને અમેરિકા અને ઈઝરાયેલ લાંબા સમયથી ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો માનતા આવ્યા છે. જોકે, આ સ્ટોક કયા દેશને સોંપાશે કે કેવી રીતે નષ્ટ કરાશે, તેના પર અંતિમ નિર્ણય આગામી વાટાઘાટોમાં લેવાશે.
કેટલું ખતરનાક છે આ યુરેનિયમ?
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના અંદાજ મુજબ, ઈરાન પાસે હાલમાં આશરે 440 કિલોગ્રામ જેટલું 60% સુધી સંવર્ધિત (Enriched) યુરેનિયમ હાજર છે. ઈઝરાયેલી સત્તાવાળાઓના મતે, જો આ જથ્થાને વધુ શુદ્ધ કરવામાં આવે તો તેમાંથી સરળતાથી કેટલાક પરમાણુ હથિયારો બનાવી શકાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુરેનિયમને ‘ન્યૂક્લિયર ડસ્ટ’ કહીને ચેતવણી આપી હતી કે જો વાતચીત નિષ્ફળ જશે તો સૈન્ય વિકલ્પો તૈયાર છે.
અમેરિકાએ કેવી રીતે બનાવ્યું દબાણ?
અહેવાલ મુજબ, ઈરાન શરૂઆતમાં આ ડીલમાં યુરેનિયમના મુદ્દા પર કોઈ વચન આપવા નહોતું માંગતું. પરંતુ અમેરિકી વાટાઘાટકારોની ટીમે સાફ સંદેશ મોકલ્યો કે જો આ મુદ્દે સહમતિ નહીં બને તો અમેરિકા વાતચીત છોડીને ફરીથી સૈન્ય હુમલા શરૂ કરી દેશે. આ દબાણ લાવવા માટે અમેરિકી સેનાએ ઈરાનના અંડરગ્રાઉન્ડ પરમાણુ ઠેકાણાઓ પર ‘બંકર બસ્ટર’ બોમ્બથી હુમલો, ઇસ્ફહાન પરમાણુ કેન્દ્ર પર સીધી બોમ્બમારો અને સંયુક્ત કમાન્ડો ઓપરેશન જેવા સૈન્ય વિકલ્પો પણ તૈયાર રાખ્યા હતા.
Iran અમેરિકા વચ્ચેની આ ડીલમાં શું-શું સામેલ છે?
‘એક્સિયોસ’ ના રિપોર્ટ અનુસાર, જો આ મહાકાય શાંતિ કરાર (Peace Deal) સફળ થશે તો તેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરાશે:
આગામી 60 દિવસ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ (Ceasefire) લાગુ રહેશે.
વ્યાપારી જહાજો માટે વ્યૂહાત્મક માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને ફરીથી ખોલવામાં આવશે.
ઈરાને સમુદ્રમાં બિછાવેલી તમામ દરિયાઈ માઈન્સ (Marietime Mines) હટાવવી પડશે અને જહાજોની અવરજવર સામાન્ય કરવી પડશે.
તેના બદલામાં અમેરિકા ઈરાની(Iran) બંદરો પરથી પોતાની સૈન્ય નાકેબંધી હટાવશે અને ઈરાનને(Iran) આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ વેચવામાં મોટી રાહત આપશે.
આ પણ વાંચો :ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પની હત્યાનું મોટું ષડયંત્ર, ઈરાન કનેક્શન આવતા US એજન્સીઓ એલર્ટ
આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન
આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે
