Surat News/ સુરતમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડતાં કિશોરીનું મોત

અચાનક ધાબા પરથી પટકાતા 14 વર્ષીય સગીરાનું મોત (Dies) નીપજ્યું

Gujarat Surat
Dies

Surat News : સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઉત્તરાયણની મજા દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ છે. જય રાધે સોસાયટીમાં પતંગ ચગાવતી વખતે અચાનક ધાબા પરથી પટકાતા 14 વર્ષીય સગીરાનું મોત (Dies)નીપજ્યું છે.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી

મળતી માહિતી મુજબ, કિશોરી ધાબા પર પતંગ ચગાવી રહી હતી તે દરમિયાન સંતુલન બગડતાં નીચે પટકાઈ હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત (Dies)જાહેર કરી હતી.

દુર્ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ

આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોત (Dies)નો ગુનો નોંધી વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા બાળકીનું મોત

આ પણ વાંચો: સુરતમાં જીવનમાં પહેલીવાર પતંગ ચગાવવા જતાં 6 વર્ષના બાળકને મળ્યું મોત, જાણો શું છે મામલો