Uttarayana/ ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

Bhavnagar News:  સમગ્ર રાજ્યમાં અત્યારે સૌ કોઈ ઉત્તરાયણના તહેવારની મજા માણી રહ્યું છે. ત્યારે અજાણતાથી કે બેદરકારીથી ઈજાના ભોગ પણ બનવું પડ્યું છે, તો ક્યારેક મોતને પણ ભેટવું પડે છે. તેમજ ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છતાં લોકો તેનો છૂટથી ઉપયોગ કરે છે, અને અન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે ગુજરાતમાં આવા જ કિસ્સા વધુ […]

Gujarat

Bhavnagar News:  સમગ્ર રાજ્યમાં અત્યારે સૌ કોઈ ઉત્તરાયણના તહેવારની મજા માણી રહ્યું છે. ત્યારે અજાણતાથી કે બેદરકારીથી ઈજાના ભોગ પણ બનવું પડ્યું છે, તો ક્યારેક મોતને પણ ભેટવું પડે છે. તેમજ ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છતાં લોકો તેનો છૂટથી ઉપયોગ કરે છે, અને અન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે ગુજરાતમાં આવા જ કિસ્સા વધુ એક વખત સામે આવ્યા છે.

ભાવનગરના તળાજાના સોભાવડ ગામે યુવકનું પતંગ ચગાવતા મોત થયું છે. ધાબા પર પતંગ ચગાવતા ગિરીશ વાઘ નામનો યુવકનું પતંગ ચગાવતા પગ લપસી જતાં અગાસી પરથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા યુવક મૃત્યુ પામ્યો હતો. યુવકનું મોત થતાં પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો.

તો બીજી બાજુમાં ભાવનગર શહેરા ચિત્રા વિસ્તારમાં ગણેશનગરમાં 1 યુવકને અગાશીમાં ઈલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, બાદમાં હોસ્પિટલમાં એકનું મોત થયું હતું.

અન્ય તરફ ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં બે બાઈક ચાલકો જઈ રહ્યાં હતા ત્યારે ગળાના ભાગે દોરી વાગતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યા હતા.

મોરબીમાં રહેતો યુવક પતંગ ચગાવતા પહેલા માળની અગાસી ઉપરથી નીચે પટકાયો હતો. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા