Surat News/ નાસીરનગર વિવાદ બાદ સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી, એમ. નાગરાજનને ગાંધીનગર મોકલાયા

નાસીરનગર ડિમોલિશન (demolition) વિવાદ અને હાઈકોર્ટની આકરી ટકોર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરી ગાંધીનગર ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી.

Gujarat Surat Breaking News
demolition

Surat News:સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદ (Demolition) બાદ રાજ્ય સરકારે મોટો વહીવટી નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર બાદ આવ્યો છે.

નાસીરનગર Demolition બાદ કમિશનરની બદલી

ગુજરાત સરકારે 11 ઓગસ્ટ 2026ના રોજ તાત્કાલિક અસરથી એમ. નાગરાજન (Nagarajan)ની સુરત મ્યુનિસિપલ કમિશનર પદેથી બદલી કરી છે. હવે તેમને ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની જગ્યાએ સુરત જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમારને સુરત મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારનો નિર્ણય

નાસીરનગર વિસ્તારમાં મે મહિનામાં થયેલા ડિમોલિશનને લઈને અનેક પરિવારો હાઈકોર્ટ પહોંચ્યા હતા. અરજદારોનો આક્ષેપ હતો કે તેમના મકાનો તોડી પાડતા પહેલાં જરૂરી નોટિસ અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા.

હાઈકોર્ટે (High Court)એ મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી હતી કે તપાસ ચાલી રહી હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર પોતાના પદ પર કેમ ચાલુ છે. કોર્ટના અવલોકન મુજબ, સંબંધિત વરિષ્ઠ અધિકારી પદ પર રહે ત્યારે તપાસની નિષ્પક્ષતા અંગે સવાલ ઊભા થઈ શકે છે.

નાગરાજનની જગ્યાએ કલેક્ટરને વધારાનો હવાલો

સરકારના નિર્ણય બાદ સુરતના જિલ્લા કલેક્ટર તેજસ પરમારને મ્યુનિસિપલ કમિશનરની વધારાની જવાબદારી આપવામાં આવી છે. એટલે હાલમાં તેઓ જિલ્લા કલેક્ટર ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ કામગીરી સંભાળશે.

આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે.ને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

SOG DCP સામે હવે શું કાર્યવાહી થશે?

નાસીરનગર કેસમાં હાઈકોર્ટે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને SOG DCP રાજદીપસિંહ નકુમની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ છે. હવે મ્યુનિસિપલ કમિશનરની બદલી બાદ આગામી કાર્યવાહી કોની સામે થાય છે તેના પર નજર છે.

નાસીરનગર ( Nasirnagar)માં થયેલા ડિમોલિશન મામલે અગાઉ સુરત મહાનગરપાલિકાએ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.


આ પણ વાંચો: જંગલેશ્વર ડિમોલિશનમાં બિલોનો ખેલ? 10 કિમી માટે રૂ.6.69 લાખ ખર્ચાયા, 40 દિવસથી તપાસ સમિતિ બેફામ

આ પણ વાંચો: નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટની કડક ટકોર, ‘મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં?’

આ પણ વાંચો: વાસણાના ગુપ્તાનગરમાં તંત્રનું મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા પરના બાંધકામો દૂર