Surat News/ છાતીમાં ઘૂસેલી છરી ફેફસાં ચીરી હાર્ટ સુધી પહોંચી, સુરતના ડોક્ટરોએ 3 કલાકની સર્જરીથી બચાવ્યો યુવકનો જીવ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surgery) દરમિયાન ડોક્ટરોએ 40 વર્ષીય યુવકની છાતીમાં ઘૂસેલી છરી કાઢી, જામેલું લોહી દૂર કરી ફેફસાંના કટ પર ટાંકા લઈને જીવ બચાવ્યો.

Surat Gujarat Breaking News
surgery

Surat News: મહારાષ્ટ્રના નંદુરબારના 40 વર્ષીય યુવકની છાતીમાં (Chest) છરી ઘૂસી ફેફસાં ચીરી હૃદયના આવરણ સુધી પહોંચી ગઈ હતી. અત્યંત ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા યુવકનો તબીબોએ 3 કલાકની પડકારજનક સર્જરી (Surgery) કરીને જીવ બચાવ્યો. ઓપરેશન દરમિયાન છાતીમાં જામેલું લોહી બહાર કાઢી ફેફસાં પર પડેલા કટના ટાંકા લેવામાં આવ્યા હતા.

3 કલાકની Surgeryથી બચ્યો યુવકનો જીવ

10 ઓગસ્ટની સાંજે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાગામ પાંખરીના 40 વર્ષીય નિતેશ ગાવિતને છાતીના (Chest) ભાગે ગંભીર ઈજા થતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, શાક સમારવાની છરી છાતીમાં અંદાજે 5થી 6 સેન્ટિમીટર સુધી ત્રાંસી ઘૂસી ગઈ હતી. છરી ફેફસાં (Lung)માં કટ પાડીને હૃદયના ઉપરના આવરણ સુધી પહોંચી ગઈ હતી. દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તબીબોએ સમય ગુમાવ્યા વગર સારવાર શરૂ કરી હતી.

છરી ફેફસાં ચીરી હૃદયના આવરણ સુધી પહોંચી

સુરત નવી સિવિલ હોસ્પિટલના સર્જન ડો. રોહન ગુપ્તાના જણાવ્યા અનુસાર, છરી (Knife) અંદાજે 5થી 6 સેન્ટિમીટર સુધી અંદર ઘૂસી હતી. તેના કારણે ફેફસાંમાં કટ પડ્યો હતો અને હૃદયના ઉપરના આવરણની સાવ નજીક સુધી છરી પહોંચી હતી. હૃદય પર પણ સામાન્ય કટ લાગ્યો હતો. છાતીના અંદરના ભાગમાં મોટા પ્રમાણમાં લોહી વહી જતાં દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો. આવી સ્થિતિમાં તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી બન્યું હતું.

જામેલું લોહી કાઢી ફેફસાં પર ટાંકા લીધા

ડોક્ટરોની ટીમે સાવચેતીપૂર્વક છરી બહાર કાઢી હતી. ત્યારબાદ છાતીના અંદરના ભાગમાં જામેલું લોહી દૂર કરવામાં આવ્યું હતું. ફેફસાં (Lung) પર પડેલા કટની તપાસ કરીને તેના પર જરૂરી ટાંકા લેવામાં આવ્યા હતા.

લગભગ 3 કલાકની જહેમત બાદ સર્જરી સફળ રહી હતી. ઓપરેશન પૂર્ણ થયા બાદ દર્દીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો અને તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દી સ્વસ્થ થતાં પરિવારજનોએ સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર મેડિકલ ટીમનો આભાર માન્યો હતો.


આ પણ વાંચો:અમદાવાદ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં 7 બાળકોની જટિલ કાઇફોસ્કોલિયોસિસ સર્જરી સફળ: ઇન્ડો–અમેરિકન ટીમની મોટી સિદ્ધિ

આ પણ વાંચો:મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, કોલકાતાની હોસ્પિટલમાં સર્જરી સફળ, જાણો હવે કેવી છે ‘ડિસ્કો ડાન્સર’ની હાલત?

આ પણ વાંચો:ભાવનગરના જાણીતા સર્જન ડો. રાજેશ રંગલાણીની આત્મહત્યાથી ચકચાર