Bhavnagar News: ભાવનગરની સમરસ હોસ્ટેલમાં (Safety) સહિત વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવી હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીનીઓએ સુરક્ષાની વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવવાની સાથે હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. ભોજનમાંથી અવારનવાર જીવજંતુ નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને પણ વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો.
Safety અને ભોજનને મુદ્દે વિદ્યાર્થીનીઓંમા રોષ
વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ (Hostel)માં મળતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા. આક્ષેપ મુજબ ભોજનમાંથી અવારનવાર જીવજંતુ નીકળતા હોવાની ઘટનાઓ બની રહી છે. વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને ભોજન બનાવવાની પ્રક્રિયાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો હોવાથી આ મામલે તંત્ર ગંભીરતાથી કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી હતી.
હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિદ્યાર્થીનીઓમાં નારાજગી જોવા મળી હતી. રહેવા અને અભ્યાસ માટે જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં હોબાળો થયો હતો.
ABVP કાર્યકરો અને અધિકારીઓ દોડી આવ્યા
વિદ્યાર્થીનીઓ (Students)ના વિરોધની જાણ થતાં ABVPના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી અને તેમની સમસ્યાઓ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. બીજી તરફ, ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી.
વિદ્યાર્થીનીઓની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. હવે સુરક્ષા, ભોજનની ગુણવત્તા અને પ્રાથમિક સુવિધાઓ (Basic amenities)અંગે કરવામાં આવેલી ફરિયાદો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાની એક હોસ્ટેલમાં સર્પદંશથી ત્રણ વિદ્યાર્થીનીઓના મોત
આ પણ વાંચો: જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં મારપીટના આક્ષેપ, ડાયરેક્ટરે કહ્યું- આરોપો પાયાવિહોણા
આ પણ વાંચો: જસદણની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી ચકચાર: પરિવારનો બેદરકારીનો આક્ષેપ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી
