Surat News/ ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે 27 લાખની ઠગાઈ, સુરત સાયબર ક્રાઈમે અમદાવાદમાંથી બેને ઝડપ્યા

શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપીને 27 લાખ રૂપિયાની ઠગાઈ (Fraud). અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ

Gujarat Surat Breaking News
Fraud

Surat News: સુરતમાં ઓનલાઈન ફ્રોડ(Fraud) અને સાયબર ક્રાઈમના બનાવો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમને મહત્વની સફળતા મળી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા છે.

27 લાખની રોકાણના નામે Fraud

ફરિયાદીને શેર ટ્રેડિંગ (Share Trading)માં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ વિશ્વાસ કેળવ્યા બાદ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં કુલ 27 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

જોકે, રૂપિયા ટ્રાન્સફર થયા બાદ ફરિયાદીએ પોતાના રોકાણની રકમ અથવા નફો પરત માંગ્યો ત્યારે આરોપીઓએ સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. આ રીતે ફરિયાદી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઈમ (Cyber Crime)પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી.

તપાસના આધારે પોલીસે સમીરખાન પઠાણ અને ઉષ્માન શેખ નામના બે આરોપીઓને અમદાવાદ ખાતે (Ahmedabad Arrest)થી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેર ટ્રેડિંગ ફ્રોડથી સાવધાન રહેવા અપીલ

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નાગરિકોને ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે મળતી લોભામણી ઓફરોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ અથવા અજાણ્યા પ્લેટફોર્મ મારફતે મળતી ઝડપી અને ગેરંટીવાળા ઊંચા વળતરની ઓફરમાં રોકાણ કરતા પહેલાં તેની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે.

જો કોઈ વ્યક્તિ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો શક્ય તેટલી વહેલી તકે 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા સત્તાવાર સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.


આ પણ વાંચો:ભુજમાં સોનાની મોટી ઠગાઈનો પર્દાફાશ: 1 કિલો સોનું જપ્ત, 5 ઝડપાયા

આ પણ વાંચો:ડેટિંગ એપ પર મિત્રતા કરવી પડી ભારે, અમદાવાદમાં યુવક સાથે ઠગાઈ

આ પણ વાંચો:અમદાવાદથી અમેરિકામાં સાયબર ઠગાઈનો ખેલ! 7 સભ્યોની ગેંગ ઝડપાઈ