india news/ મહારાષ્ટ્રના પુણેમાં ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોંમાંથી ફીણ નીકળ્યા

મહારાષ્ટ્રના પુણેના બે અલગ અલગ વિસ્તારોમાં નકલી દારૂ(Liquor) પીવાથી અગિયાર લોકોના મોત થયા છે. પિંપરી ચિંચવાડ (પુણે)ના ફુગેવાડીમાં નકલી દારૂ પીવાથી છ લોકોના મોત થયા છે, જ્યારે હડપસરમાં પાંચ લોકોના મોત થયા છે.

NATIONAL Top Stories India Breaking News
Liquor

Maharashtra Liquor Updates: મહારાષ્ટ્રના પુણે અને પિમ્પરી-ચિંચવડ જિલ્લામાંથી એક અત્યંત ચકચારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં અલગ-અલગ વિસ્તારોમાં ઝેરી અને કેમિકલયુક્ત દેશી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં કુલ 13 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોની હાલત હજુ પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક લિકર ટ્રેજેડીમાં સૌથી વધુ 8 લોકોના મોત પિમ્પરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં થયા છે, જ્યારે પુણેના કાલે પડલ અને હડપસર વિસ્તારમાં 5 લોકોએ દારૂ પીધા બાદ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા અને તોડી દીધો દમ

મળતી માહિતી મુજબ, આ કેમિકલ અને સ્પીરીટયુક્ત ઝેરી દારૂ યોગેશ વાનખેડે નામના એક ગેરકાયદેસર દારૂ વેચનારા બુટલેગરે તૈયાર કર્યો હતો. આ દારૂ પુણે અને પિમ્પરી-ચિંચવડના અલગ-અલગ વિસ્તારોમાં વેચવામાં આવ્યો હતો. દારૂ પીધાના થોડા જ સમય બાદ અચાનક લોકોની તબિયત બગડવા લાગી હતી, તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ 13 લોકોએ દમ તોડી દીધો હતો.

મુખ્ય આરોપી બુટલેગરની ધરપકડ(Liquor)

આ ભયાનક કાંડ બાદ પોલીસે ત્વરિત એક્શન મોડમાં આવીને ગેરકાયદેસર દારૂના મુખ્ય કિંગપિન યોગેશ વાનખેડેની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોગેશ એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ દારૂની(Liquor) તસ્કરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધીને કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં માનવતાને શરમાવે તેવી ઘટના,મહિલાઓને અર્ધનગ્ન કરી રસ્તા પર ફેરવાઈ

આ પણ વાંચો:સાવકી માતાની ક્રૂરતા! માસૂમનાં માથાનાં વાળ અને આંખના ભમર કાપ્યાં!

આ પણ વાંચો:બળાત્કાર બાદ શરીર પર ઠોકી ખીલી,પછી જીવતી સળગાવી…મણિપુરમાં ત્રણ બાળકોની માતા સાથે ક્રૂરતા