World News/ કેનેડામાં હવે માતા-પિતાને PR માટે સ્પોન્સર નહીં કરી શકો: PGPમાં નવી અરજીઓ બંધ, ‘સુપર વિઝા’ બન્યો એકમાત્ર વિકલ્પ

કેનેડા સરકારે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ (PGP) હેઠળ નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારવાનું હાલ પૂરતું કર્યું બંધ . પેન્ડિંગ અરજીઓનું ભારણ અને હાઉસિંગ કટોકટીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય.

World Top Stories Breaking News
PGP

World News: કેનેડામાં વસતા ગુજરાતીઓ સહિત લાખો ભારતીય પરિવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ (PGP) માટે નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાલ પૂરતી બંધ કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી હવે માતા-પિતાને સીધા PR માટે સ્પોન્સર કરવાની નવી તક ઉપલબ્ધ નહીં રહે. પરિણામે, પરિવારો માટે હવે ‘સુપર વિઝા’ જ મુખ્ય વિકલ્પ તરીકે બચ્યો છે.

PGPમાં નવી અરજીઓ પર સરકારે લગાવી રોક

કેનેડાના ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ વિભાગ (IRCC)એ જાહેરાત કરી છે કે આગામી આદેશ સુધી નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ નિર્ણયથી કેનેડામાં રહેતા હજારો ભારતીય અને ગુજરાતી પરિવારો પર સીધી અસર પડશે, જે પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને કાયમી નિવાસ (PR) અપાવવા ઇચ્છતા હતા. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય હાલની પેન્ડિંગ અરજીઓના ઝડપી નિકાલ અને ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે લેવામાં આવ્યો છે.

જૂના અરજદારોની પ્રક્રિયા યથાવત રહેશે

કેનેડા (Canada)સરકારે સ્પષ્ટતા કરી છે કે જેમણે અગાઉથી અરજી કરી છે તેમની ફાઇલો રદ કરવામાં આવશે નહીં. તમામ પેન્ડિંગ અરજીઓનું નિયમિત રીતે પ્રોસેસિંગ ચાલુ રહેશે. સરકારે વર્ષ 2026માં 15,000, વર્ષ 2027માં 15,000 અને વર્ષ 2028માં પણ 15,000 લોકોને PGP હેઠળ કાયમી નિવાસ (PR) આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આથી હાલના અરજદારોને ગભરાવાની જરૂર નથી, પરંતુ નવા અરજદારો માટે હાલ કોઈ નવી તક ઉપલબ્ધ રહેશે નહીં.


આ પણ વાંચો:કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા,લૂંટ દરમિયાન બોરસદની વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો

આ પણ વાંચો:એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ

આ પણ વાંચો:કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની દીકરીનો 23 દિવસ બાદ વતન પહોંચ્યો મૃતદેહ