Sports News : કેએલ રાહુલે 139 બોલમાં 8 ફોર સાથે 84 રન બનાવ્યા. જ્યારે જાડેજાએ 123 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 77 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે ફોલોઓન ટાળી દીધું છે. ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારતે ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન બનાવી લીધા છે. ભારત હજુ 193 રન પાછળ છે અને તેની 1 વિકેટ બાકી છે. દિવસના અંતે આકાશદીપ 27 અને બુમરાહ 10 રને રમતમાં છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની અડધી સદી, કેએલ રાહુલ સદી ચૂક્યો હતો. તે 84 રન બનાવી આઉટ થયો હતો. રાહુલે 139 બોલમાં 8 ફોર સાથે 84 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 123 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 77 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી
ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ શ્રેણીનો રેકોર્ડ
કુલ ટેસ્ટ શ્રેણીઃ 13
ભારત જીત્યાઃ 2
ઓસ્ટ્રેલિયા જીત્યાઃ 8
ડ્રોઃ 3
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
22-25 નવેમ્બર: પ્રથમ ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
6-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટથી જીત્યું)
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ચાલુ)
26- 30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડન
ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે 152 અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 21, નાથન મેકસ્વીનીએ 9, માર્નસ લેબુશેને 12, મિચેલ માર્શે 5 અને પેટ કમિન્સે 20 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 18 અને નાથન લિયોને 2 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ ખાતું ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 6 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આકાશદીપ અને નીતિશ કુમાર રેડ્ડી પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે વર્તમાન શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને પર્થ ટેસ્ટમાં 295 રનથી શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે એડિલેડમાં એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને 10 વિકેટે જીત મેળવી હતી. આ રીતે, ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. આ રીતે, ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. આ ‘મહાસિરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે.
આ પણ વાંચો: રોહિત શર્માએ મેદાનની વચ્ચે આ ખેલાડીને આપ્યો ઠપકો, નાની ભૂલ પર ખરાબ રીતે પાડી બૂમો
આ પણ વાંચો: ICCએ નિયમોના ભંગ બદલ યુએસએ નેશનલ ક્રિકેટ લીગ પર પ્રતિબંધ મૂક્યો
