Skincare for Kids: આજકાલ સોશિયલ મીડિયા પર નાના બાળકોમાં સ્કિનકેર (Skin) રૂટિન અને મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ક્રેઝ વધી રહ્યો છે, જેને ‘સેફોરા કિડ્સ ટ્રેન્ડ’ (Sephora Kids Trend) કહેવામાં આવે છે. પરંતુ આ ટ્રેન્ડ બાળકોની કુમળી ત્વચા માટે અત્યંત જોખમી છે. ઇટાલીની સરકારે આ બાબતે કડક વલણ અપનાવતા ફ્રાન્સના જાણીતા લક્ઝરી ગ્રુપ LVMH ના બે મોટા બ્રાન્ડ્સ— સેફોરા અને બેનિફિટ સામે તપાસના આદેશ આપ્યા છે.
શું છે આ કંપનીઓ પર આરોપ?
ઇટાલિયન ઓથોરિટીનો આરોપ છે કે આ બ્રાન્ડ્સે ફેસિયલ માસ્ક, સીરમ અને એન્ટી-એજિંગ ક્રીમની જાહેરાતો એવી રીતે કરી કે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પણ તેની તરફ આકર્ષિત થઈ. સૌથી મોટી બેદરકારી એ છે કે આ પ્રોડક્ટ્સ પર એવી કોઈ સ્પષ્ટ જાણકારી નહોતી કે તે સગીરો માટે નથી કે બાળકોની ત્વચા પર તેનું કોઈ ટ્રાયલ કરવામાં આવ્યું નથી.
નિષ્ણાતોની ચેતવણી: બાળકોની Skin પર કેમિકલ્સનો પ્રહાર
નવી દિલ્હીના ડર્મેટોલોજિસ્ટ ડૉ. નીહારિકા ગોયલના જણાવ્યા મુજબ, બાળકો અત્યારે એવા ‘એક્ટિવ’ તત્વો વાપરી રહ્યા છે જે માત્ર પુખ્ત વયના લોકો માટે હોય છે. જેમ કે:
રેટિનોલ (વિટામિન-એ): જે બાળકોની ત્વચાને નુકસાન કરે છે.
એક્સફોલિયેટિંગ એસિડ: જે ડેડ સ્કીન દૂર કરવા માટે વપરાય છે.
હાઈ-ડોઝ વિટામિન-સી: જેનાથી બાળકોમાં ગંભીર એલર્જી થઈ શકે છે.
બાળકો પર થતી અસરો:
ત્વચા પર લાલાશ (Redness) અને રૅશેસ.
સૂર્યપ્રકાશ પ્રત્યે અતિશય સંવેદનશીલતા.
ડર્મેટાઈટિસ અને લાંબા ગાળાની એલર્જી.
ભારતમાં પણ વધી રહ્યો છે ખતરો
આ સમસ્યા માત્ર વિદેશો પૂરતી મર્યાદિત નથી. ભારતમાં પણ 10 થી 13 વર્ષના બાળકો સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને ‘K-Beauty’ સ્ટાઇલના મલ્ટી-સ્ટેપ સ્કિનકેર (Skin) રૂટિન અપનાવી રહ્યા છે. તેના પરિણામે ભારતીય બાળકોમાં પણ સ્કીન (Skin) એલર્જીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.
માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર
નિષ્ણાતો ચેતવણી આપે છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવી બ્યુટી (Skin) ક્રીમ્સથી દૂર રાખવા જોઈએ. આ માત્ર ત્વચાનો પ્રશ્ન નથી, પરંતુ નાની ઉંમરે લુક્સ પર વધુ ધ્યાન આપવાથી બાળકોમાં આત્મવિશ્વાસની કમી અને એન્ઝાયટી (ચિંતા) જેવા માનસિક રોગોનું જોખમ પણ વધે છે.
આ પણ વાંચો: સવારે ઉઠતાની સાથે જ મોઢું સુકાય છે? જાણો આ પાછળ છુપાયેલા 4 ગંભીર સ્વાસ્થ્ય જોખમો
આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!




