Dharm & Bhakti: 11 સપ્ટેમ્બર (11 September 2026)ની રાત્રે સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં ચંદ્રમાનું ગોચર (Chandra Gochar 2026) થવા જઈ રહ્યું છે. આ ગોચર રાત્રે 07:08 વાગ્યાથી પ્રારંભ થશે. કન્યા રાશિમાં ચંદ્રમાનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે લાભકારક સિદ્ધ થઈ શકે છે. વૃષભ-સિંહ સહિતની 3 રાશિઓ (Zodiac Signs)ને આર્થિક લાભ મળવાના યોગ સર્જાઈ શકે છે અને સાથોસાથ કેરિયર (Career) ક્ષેત્રે પણ આ રાશિઓની ઉન્નતિ થશે. તો ચાલો જાણીએ…આ નસીબવંતી રાશિઓ કઈ-કઈ છે?
ચંદ્રમાનું ગોચર થવાથી 3 રાશિઓ લાભાન્વિત (Chandra Gochar 2026)
આ 3 રાશિઓ (Zodiac Signs)ને આર્થિક લાભ મળવાના યોગ સર્જાઈ શકે છે અને સાથોસાથ કેરિયર (Career) ક્ષેત્રે પણ આ રાશિઓની ઉન્નતિ થશે.

વૃષભ રાશિ (Taurus)
ચંદ્રમાનું આ ગોચર આજે રાત્રે તમારા પંચમ ભાવમાં થશે. આ ગોચર તમારા માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે અને તમને ધનપ્રાપ્તિના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. કેટલાક લોકોને રોકાણ કરેલા નાણાથી પણ લાભ મળવાના યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Examinations)માં આ રાશિના જાતકોને સફળતા મળી શકે છે. જે લોકો નોકરી કરે છે એમને સીનયર્સ દ્વારા પ્રશંસા પ્રાપ્ત થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને આ રાશિના જાતકો પોતાનો વ્યવસાય શરુ કરવાનું વિચારે એવા યોગો સર્જાઈ રહ્યાં છે.

સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકોના દ્વિતિય ભાવમાં અર્થાત્ ધનભાવમાં 11 સપ્ટેમ્બરે ચંદ્રમા ગોચર કરશે. આને પરિણામે તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. આવા લોકોને એવા લોકોથી ધનલાભ (Financial benefit) થઈ શકે છે, જેમનાથી કોઈ પ્રકારનો લાભ મળવાની આશા નહતી! વેપારી વર્ગના અટકેલા સોદા ફરીથી એક્ટિવેટ થઈ શકે છે. જે લોકો પૈતૃક વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના વ્યવસાયનો વિસ્તાર થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી ધન લાભ મળવાનો પણ યોગ સર્જાઈ રહ્યો છો. સંતાન પક્ષ દ્વારા કોઈ ખુશખબર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીના એકાદશ ભાવમાં ચંદ્રમા ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં એકાદશ ભાવને લાભનો કારક માનવામાં આવે છે. આથી ચંદ્રમાની સ્થિતિને જોતા આર્થિક લાભ મળવાના યોગ જણાઈ રહ્યાં છે. કેટલાક લોકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. ફસાયેલા નાણા પણ પરત મળવાની સંભાવના છે. વિદેશ (Foreign) જવાનું સપનુ જોતા જાતકોને એમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે અને જેથી આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. મોટા ભાઈ-બહેનોનો તમને સહયોગ મળી શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો: ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…
આ પણ વાંચો:
