Sports News : ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ પર આઈસીસીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ICCએ ટૂર્નામેન્ટ માટે ‘હાઈબ્રિડ મોડલ’ને મંજૂરી આપી દીધી છે . આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ભારતની તમામ મેચ દુબઈમાં રમાશે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને આ નિર્ણય સ્વીકારવાના બદલામાં મોટી શરત મૂકી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી થઈ છે.
આ મુજબ પાકિસ્તાન ટુર્નામેન્ટની 10 મેચોની યજમાની કરશે. પરંતુ ભારતની ત્રણેય લીગ તબક્કાની મેચો દુબઈમાં યોજાશે. આ ઉપરાંત ટુર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ રમાશે. જો કે જો ભારતીય ટીમ સેમીફાઈનલ અને ફાઈનલમાંથી બહાર થઈ જશે તો બંને મેચ પાકિસ્તાનની યજમાનીમાં રમાશે.આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2026માં યોજાનાર T-20 વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. પીસીબીનું કહેવું છે કે જે રીતે ભારતીય ક્રિકેટ ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નથી આવી રહી તે જ રીતે અમારી ટીમ પણ ત્યાં નહીં જાય.
2026માં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે PCBએ ICCને તેમની મેચો ભારતના બદલે શ્રીલંકામાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વળતરની માંગને પણ ફગાવી દીધી છે. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા બદલ PCBએ ICC પાસે વળતરની માંગ કરી હતી. પરંતુ આઈસીસીએ તેમની માંગ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
આ પણ વાંચો:ધોનીની આગામી સિઝનમાં રમવાની પુષ્ટિ, CSKએ આ ખેલાડીઓને જાળવી રાખ્યા
આ પણ વાંચો:ધોનીને કરોડોનો ફટકો મારશે બીસીસીઆઈનો આ નિર્ણય
આ પણ વાંચો:મહેન્દ્રસિંહ ધોનીએ ઉજવ્યો જન્મદિવસ! જુઓ કેક કાપતી વખતે સલમાન ખાનને શું કહ્યું….