Not Set/ અહીં જાણો, હવે પછી કંઈ વ્યક્તિ પર બની શકે છે બાયોપિક

મુંબઈ અત્યારે બોલીવુડમાં બાયોપિક્સનો દોર ખૂબ જ ચાલી રહ્યો છે. જોકે આ બાયોપિક ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી રહી છે. એમએસ ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી, મેરીકોમ, મિલ્ખાસિંહ અને હાલમાં જ રીલીઝ થયેલ સંજૂ ફિલ્મને મળેલ સફળતા બાદ આનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આગામી સમયમાં સાયના નહેવાલના જીવન પર પણ બાયોપિક […]

Trending Entertainment
rrf અહીં જાણો, હવે પછી કંઈ વ્યક્તિ પર બની શકે છે બાયોપિક

મુંબઈ

અત્યારે બોલીવુડમાં બાયોપિક્સનો દોર ખૂબ જ ચાલી રહ્યો છે. જોકે આ બાયોપિક ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી રહી છે. એમએસ ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી, મેરીકોમ, મિલ્ખાસિંહ અને હાલમાં જ રીલીઝ થયેલ સંજૂ ફિલ્મને મળેલ સફળતા બાદ આનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, આગામી સમયમાં સાયના નહેવાલના જીવન પર પણ બાયોપિક રજુ થવાની છે. તેમજ રાજકારણીઓની વાત કરવામાં આવે તો ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની બાયોપિક પણ રજુ થવાની તૈયારીમાં છે. ત્યારે તમિલનાડુના જયલલિતાના જીવન પર પણ ટૂંક સમયમાં જ બાયોપિક બનવાનુ કામકાજ શરુ થશે. આ ફિલ્મમાં જયલલિતાનુ પાત્ર કોણ ભજવશે તેને લઈને ચર્ચા ચાલી રહી હતી, જોકે આખરે આ ફિલ્મને જયલલિતાનુ પાત્ર મળી ગયુ છે. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દક્ષિણની રાજનીતિ સૌથી દમદાર જયલલિતાના અવસાન બાદ ઘણા નિર્માતા અભિનેત્રીમાંથી રાજનેતા બનેલ વ્યક્તિની જીવનને પડદા પર રજુ કરવા માંગે છે.

સુત્રોનના જણાવ્યા મુજબ, ફિલ્મ નિર્માતા પી ભારથિરાજા આ ફિલ્મનું નિર્દેશન સંભાળશે. જ્યારે આદિત્ય ભારદ્વાજ ફિલ્મનું નિર્માણ કરશે.  આદિત્ય ભારદ્વાજે ફિલ્મમાં જયલલિતાના રોલ માટે એશ્વર્યા રાય અને બાહુબલી ફૈમ અનુષ્કા શેટ્ટીને ઓફર કરી છે. ત્યારે હવે જોવુ એ રહેશે કે આ બન્ને અભિનેત્રીમાંથી કોની પસંદગી થાય છે. તેમજ ફિલ્મમાં એમજીઆરના રોલ માટે કમલ હસન અને મોહનલાલનુ નામ સામે આવી રહ્યુ છે.