GOOGLE/ AI બોગ્સ એપ્સને પાણીચું પકડાવી દેશે, ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ

ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ડેવલોપ કર્યું છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર બોગસ એપથી બચાવશે.

Trending Tech & Auto
AI based applications to increase security against malwares AI બોગ્સ એપ્સને પાણીચું પકડાવી દેશે, ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ

દુનિયાભરમાં સ્માર્ટફોનમાં સૌથી વધુ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ યુઝ થાય છે. એન્ટ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલની માલિકીની છે. એન્ડ્રોઇડ મોબાઇલ પર એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર વિશ્વસનીય સોર્સ છે. પરંતુ પ્લે સ્ટોર પર ઘણી બોગસ એપએ એન્ટ્રી કરી લીધી છે, જેનાથી બચવા ગૂગલે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ડેવલોપ કર્યું છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર બોગસ એપથી બચાવશે.

કેવી રીતે કરશે કામ
કોઇ પણ એપને ડેવપોલ કરવા માટે ડેવલોપર્સની મહત્વની ભૂમિકા હોય છે. ડેવલોપર્સની પાસે એક જટીલ મિકેનિઝમ હોય છે, જેની મદદથી ડેવલોપમેન્ટ સહિતની ઘણા કામ હોય છે. ગૂગલ પ્લે સ્ટોર તરફથી એક પ્રોટેક્સ સિક્યોરિટી સર્વિસ લાગૂ કરી રહ્યાં છે, જે વર્તમાન એફના કોડની સ્કેનિંગ કરશે અને સંભવિત જોખમ અને માલવેરની ઓળખ કરશે. આ બધુ રિયલ ટાઇમ સર્વિસ હશે.

જોખમી એપ્સનું સ્કેનિંગ કરશે
ગૂગલ પ્લે પ્રોટેક્ટ તરફથી કોઇ એપ ડાઉનલોડ કરો તે પહેલા તેની સ્કેનિંગ કરવામાં આવે છે, પરંતુ આજકાલ ગૂગલ તરફથી એક એક્સ્ટ્રા કોડ લેવલ સિક્યોરિટી લાગુ કરવામાં આવી છે, જે જોખમી માલવેરથી એપને પ્રોટેક્ટ કરશે. સાયબર ગુનેગારો AIના જમાનામાં ઘણા એડવાન્સ થઇ ગયા છે, જેને જુની ટ્રીકથી પકડવા મુશ્કેલ છે. એવામાં AIની મદદ લેવામાં આવી રહી છે.

ભારતમાં સૌથી પહેલા રોલઆઉટ થશે
ગૂગલનું કહેવું છે કે નવું પ્લે પ્રોટેક્સ ફીચર સૌથી પહેલા ભારતમાં રોલઆઉટ કરવામાં આવશે. ત્યાર બાદ બાકીના દેશમાં આગામી દિવસોમાં લાગુ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 AI બોગ્સ એપ્સને પાણીચું પકડાવી દેશે, ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ


આ પણ વાંચોઃ auction/PM મોદીને મળેલી ભેટની થઈ રહી છે હરાજી, જાણો આ રકમનું શું થશે

આ પણ વાંચોઃ cji/અમેરિકામાં CJI ચંદ્રચુડે જાતિ આધારિત ભેદભાવને લઈને આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચોઃ PMFBY Portal/ખેડૂતોને આ ખાસ ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર