Not Set/ PNB સ્કેમ : કૌભાંડી મેહુલ ચોકસીએ છોડી ભારતીય નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ

એન્ટીગુઆ, પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશમાં ભાગી જનારા મેહુલ ચોકસીએ પોતાની ભારતની નાગરિકતા રદ્દ કરી નાખી છે અને પાસપોર્ટને સરેન્ડર કરી દીધો છે. મેહુલ ચોક્સીએ ભારતનો પાસપોર્ટ રદ્દ કર્યા બાદ એન્ટીગુઆ હાઈ કમીશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે જેનો નંબર Z3396732 છે અને સાથે ૧૭૭ ડોલરની રકમ પણ જમા કરાવી છે. […]

Top Stories World Trending
dc Cover bsnudco08r3igtj44duecnr7m4 20180220022130.Medi PNB સ્કેમ : કૌભાંડી મેહુલ ચોકસીએ છોડી ભારતીય નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ

એન્ટીગુઆ,

પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશમાં ભાગી જનારા મેહુલ ચોકસીએ પોતાની ભારતની નાગરિકતા રદ્દ કરી નાખી છે અને પાસપોર્ટને સરેન્ડર કરી દીધો છે.

મેહુલ ચોક્સીએ ભારતનો પાસપોર્ટ રદ્દ કર્યા બાદ એન્ટીગુઆ હાઈ કમીશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે જેનો નંબર Z3396732 છે અને સાથે ૧૭૭ ડોલરની રકમ પણ જમા કરાવી છે. પોતાને એન્ટીગુઆનો નાગરિક બતાવ્યો છે.

mehul choksi antigua citizenship PNB સ્કેમ : કૌભાંડી મેહુલ ચોકસીએ છોડી ભારતીય નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ
national-mehul-choksi-surrender-indian-passport-in-antigua-pnb-scam

ભારતીય નાગરિકતા રદ્દ કરાવ્યા બાદ હવે તેને એજન્સીઓ માટે ભારત પાછો લાવવો મુશ્કેલ બની શકે છે. કારણ કે, મંગળવારે જ મેહુલ ચોકસીના પ્રર્ત્યાપણ મામલે સુનાવણી થવાની હતી, પરંતુ આ પહેલા જ ચોક્સીએ પોતાને એન્ટીગુઆનો નાગરિક ઘોષિત કર્યો છે.

મેહુલ ચોકસી વિરુધ આ પહેલા જ ઇન્ટરપોલ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી ચુકી છે અને સાથે સાથે ભારતની એજન્સીઓ પણ સતત આ મામલે તેની તપાસ કરી રહી છે.

1533393832 0664 PNB સ્કેમ : કૌભાંડી મેહુલ ચોકસીએ છોડી ભારતીય નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ
national-mehul-choksi-surrender-indian-passport-in-antigua-pnb-scam

અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસી એ દેશની ટોચની સાર્વજનિક બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કરતા વધુનું ફૂલેકું ફેરવી જનારા નીરવ મોદીનો ભત્રીજો છે અને આં બંને કૌભાંડીઓ વિરુધ ED અને CBIના તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અત્યારસુધીમાં જપ્ત કરાયેલી પ્રોપર્ટી અંગે ED દ્વારા જણાવાયું કે, PNB સ્કેમ હેઠળ કરાયેલી કાર્યવાહી દરમિયાન અંદાજે ૪,૭૬૫ કરોડ રૂપિયાની કુલ મિલકત જપ્ત કરવામાં આવી છે.