કડી / 100 વર્ષ જૂની દરગાહમાં હલનચલનથી સ્થાનિકોમાં કુતૂહલ

આ દરગાહ 100 વર્ષ જૂની છે છેલ્લા 3 દિવસ થી હલન ચલન થઈ રહ્યું છે ત્યાંના એક સ્થાનિક રોજ પોતાના નિત્ય ક્રમ મુજબ રોજ દરગાહ પર અગરબત્તી કરવા જતાં ત્યારે આ વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસ થી આ ઘટના જોતા હતા

Reporter Name: પાયલ યાદવ મહેસાણા

ક્યારેય ઈશ્વરીય શ્રુષ્ટિના કરિશ્મા કે કારનામાં સામે  વિજ્ઞાન પણ હાર માની લેતું હોય છે. અને આ દુનિયામાં અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી જ હોય છે.  હાલમાં મહેસાણા જીલ્લાના કડી ખાતે આવી જ એક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક દરગાહમાં  છેલ્લા ત્રણ દિવસથી હલન ચલન જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કડીના ઘુમટીયા વિસ્તારમાં રમઝાનસા પીર બાવાની દરગાહ આવેલી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી હલનચલન જોવા મળી રહ્યું છે. દરગાહ પર આવેલી ચાદરમાં થઇ રહેલું એક રહસ્ય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ દરગાહ 100 વર્ષ જૂની છે. દરગાહમાં થઇ રહેલા હલનચલનના સમાચાર વાયુવેગે  પ્રસરી ગયા હતા. અને આ ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા.

દરગાહ ની દેખરેખ રાખતા મેંહમુદ ભાઈ બસીરભાઈ ખોખરે જણાવ્યું હતું કે આ દરગાહ 100 વર્ષ જૂની છે છેલ્લા 3 દિવસ થી હલન ચલન થઈ રહ્યું છે ત્યાંના એક સ્થાનિક રોજ પોતાના નિત્ય ક્રમ મુજબ રોજ દરગાહ પર અગરબત્તી કરવા જતાં ત્યારે આ વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસ થી આ ઘટના જોતા હતા પરંતુ તેમણે કોઈ જાણ કરી નહોતી જોકે કાલે દરગાહ પર લાઈટ શણગાર વાનું કામ ચાલુ હતું ત્યારે તરસ લાગતા એક નાનો બાળક દરગાહ પાસે પાણી લેવા માટે ગયો હતો એ દરમિયાન તેણે સમગ્ર ઘટના પોતાની નજરે જોઈ ત્યારબાદ તેણે આવી ને અન્ય લોકો ને વાત કરી ત્યારબાદ બધા ને આ મામલે જાણ થઈ.

વધુ માં જણાવ્યું હતું કે આવી ઘટના અમારી જિંદગી માં પ્રથમ વાર જોઈ છે જોકે અગાઉ આવી જ ઘટના વિરમગામ તેમજ અન્ય સ્થળો પર જોવા મળી હતી જોકે દરગાહ પર હલન ચલન થવાનું કારણ પણ એક રહસ્યમય બન્યું છે


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment