Amreli News/ રાજુલામાંથી યુવકની લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

અમરેલીના રાજુલામાંથી યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી. રાજુલાના ચૌત્રા ગામની વાડીમાથી યુવકની લાશ મળી.

Top Stories Gujarat Others

Amreli News: અમરેલીના રાજુલામાંથી યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી. રાજુલાના ચૌત્રા ગામની વાડીમાથી યુવકની લાશ મળી. વાડીમાંથી મળેલ યુવકના મૃતદેહને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે યુવક મામલે સામાન્ય તપાસ કર્યા બાદ મૃતકના પરિવારજનોને જાણ કરી. જેના બાદ મૃતકના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા. યુવકની લાશ મળ્યા પ્રાથમિક તપાસ કરી રહેલ પોલીસને હજુ શોધી આ બનાવને લઈ કોઈ વધુ માહિતી મળી નથી.  મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડાયો. જેના બાદ સામે આવશે કે યુવકે સુસાઈડ કર્યું છે કે તેની હત્યા કરવામાં આવી છે.

રાજુલામાં યુવકની લાશ મળ્યાની ઘટનામાં પોલીસ સંબંધિત જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ હાથ લાગી નથી. તેમજ યુવકના મૃતદેહ પર ગંભીર ઇજાના કોઈ નિશાન હાલમાં દેખાયા નથી. પોલીસને શંકા છે આ યુવકને કોઈ ખાવાની વસ્તુ આપી મોતને ઘાટ ઉતાર્યો હોઈ શકે. ચૈત્રા ગામની વાડીમાં યુવકની લાશ કોઈ મૂકી ગયું કે પછી કોઈ અદાવતમાં યુવકને ઝેર અથવા તો એવી કોઈ વસ્તુ આપવામાં આવી હોય જેનાથી તેનું મૃત્યુ થાય. કે પછી યુવકે આત્મહત્યા કરી છે? હાલમાં પોલીસ યુવકના પરીવારજનો પાસેથી તેના સંબંધિત વધુ માહિતી લઈ રહી છે. તેમજ ફોરેન્સિક રીપોર્ટ બાદ બનાવને લઈને વધુ તથ્યો પોલીસની સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડામાં કળયુગી શ્રવણે કરી પિતાની હત્યા

આ પણ વાંચો: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

આ પણ વાંચો: છોટાઉદેપુર:પતિએ પત્નીની કરી હત્યા પતિએ પત્નીને માથામાં ડંડો મારી કરી હત્યા અન્ય મહિલા સાથે લગ્ન કરવા બબાલ થઇ હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી