Chhotaudepur/ છોટાઉદેપુરના સંખેડામાં કળયુગી શ્રવણે કરી પિતાની હત્યા

છોટાઉદેપુરના સંખેડામાં પિતા-પુત્રના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ધોળા દહાડે પુત્રએ વાપરવાના પૈસા કેમ નથી આપતા…….

Top Stories Gujarat

Chhotaudepur News: છોટાઉદેપુરના સંખેડામાં Sankheda પુત્રએ પિતાની હત્યા Murder કરતા ચકચાર મચી ગઈ છે. નવી નગરી નવાપુરામાં પુત્રએ પિતાની હત્યા કરતા પોલીસે આરોપીની ગણતરીરના કલાકોમાં ધરપકડ Arrest કરી કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુરના સંખેડામાં પિતા-પુત્રના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ધોળા દહાડે પુત્રએ વાપરવાના પૈસા કેમ નથી આપતા કહીને પિતાની હત્યા કરી દીધી છેે. નવી નગરી નવાપુરામાં પુત્રએ પિતા પાસે પૈસા માંગતા પિતાએ ન આપતા કોદાળી વડે ત્રણ થી ચાર ઘા ઝીંકી પિતાની સહેજપણ દયાભાવના, પ્રેમ વિના હત્યા Murder કરી દીધી છે.

સ્થાનિકોને આ મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોેચી કાર્યવાહી શરૂ કરી છે તેમજ આરોપી પુત્રને ઝડપી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ રાજકોટમાં પિતાએ લગ્નમાં જતા પુત્રને સાથે લઈ જવાનું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એમાં બોથડ પદાર્થ મારી પુત્રએ પિતાની હત્યા નિપજાવી હતી. યુનિવર્સિટી પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.

હાલોલ તાલુકાના ઊંડાણવાળા વિસ્તાર સોનાવીંટી ગામે કામધંધો ન કરતા પુત્રને પિતાએ ઠપકો આપતા પુત્રએ ગુસ્સામં આવી પિતાનું કામ તમામ કરી દીધું હતું. આ બનાવની જાણ મોટા પુત્રને થતા તેણે નાનાભાઈ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા લાડવા ગામની સરહદમાં માથાના ભાગે હથિયારના ઘા મારી વૃદ્ધ મોહનભાઈ ભીમાભાઈ સોનગરાની હત્યા કરવામાં આવી હતી. તેમની લાશ મળી આવતા નાના પુત્ર સતીષે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી. આ ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું કે આ હત્યા મોહનભાઈના મોટા પુત્રએ જ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ જોવા મળશે વરસાદી માહોલ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો:  ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં