અમદાવાદ,
પાસ અનામત આંદોલન સમિતિમાંથી ભાજપમાં ગયેલ રેશ્મા પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, બિન અનામત આયોગ નિગમમાં ત્રુટિ મામલે CMને પત્ર લખવામાં આવ્યો છે.

ભાજપ સૌના સાથ અને વિકાસની વાત કરી રહ્યું છે પરંતુ માત્રને માત્ર વોટની રાજનીતિ થઈ રહી છે. ભાજપે આશાઓ પર પાણી ફેરવ્યું નાખ્યું છે. ભાજપે વિકાસની નહિ વિનાશની રાજનીતિ કરી રહી છે.

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ત્રુટિ દૂર ન થાય તો આગામી દિવસમાં આંદોલનની કરવામાં આવશે. જે માંગણીઓ કરવામાં આવી છે. એ માંગણીઓ અંગેની રજૂઆતો નહીં સ્વીકારાય આંદોલન કરવામાં આવશે.

હજુ સુધી કોઈ સકારાત્મકત પગલા લેવાયા નથી, રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમા પણ નોકરીની વય મર્યાદા 40 કરવામાં આવે, અનેક વાર પત્રો દ્રારા કે મૌખિક રજુઆત કરી પરંતુ હજી પણ બધી અરજીઓ પેડિંગમાં પડી છે.
