ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાત વર્ષના એક છોકરાએ છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસે બંનેની તબીબી તપાસ હાથ ધરી છે. મકાન માલીકનું નામ નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વાત જાણે એમ છે કે, શહેરના નાગલા પટવારી વિસ્તારમાં મકાનમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે અહેવાલ આપ્યો છે કે 12 ઓક્ટોબરની સાંજે તેની છ વર્ષની પુત્રી ઘરની છત પર રમી રહી હતી. તે દરમિયાન તેનો દડો પાડોશીના ઘરે ગયો હતો. જ્યારે તે બોલ લેવા ગઇ ત્યારે પાડોશીના મકાનમાં રહેતા ભાડુઆતનો પુત્ર તેની પુત્રીને મોં દબાવીને ટોઇલેટમાં લઈ ગયો. એવો આરોપ છે કે તેણે તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો છે.
પોલીસે મકાન માલીક તાહીરના નામનો આધારે બનાવી અને અજાણ્યા ભાડુઆતના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આ ગુનામાં કલમ 376, જાતીય ગુનાથી સંરક્ષણ કાયદા 2012 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.
કુર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર યુવતી સાથે બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી પણ સગીર છે. કેસ દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ હજી બહાર આવ્યો નથી. પોલીસ ટીમ તપાસ કરી રહી છે.
