Not Set/ સુરત/ વધુ એક ગેંગવોરમાં માથાભારે સૂર્યા મરાઠીની કરાઇ હત્યા

ગેંગવોરમાં સૂર્યા મરાઠી અને હાર્દિકનું મોત સૂર્યા મરાઠીના મિત્ર હાર્દિક પટેલે કર્યો હુમલો સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો સૂર્યા મરાઠીના વળતા હુમલામાં હાર્દિકનું પણ મોત સૂર્યાને હત્યાના આરોપસર નિર્દોષ જાહેર થયા હતા મનુ ભાઈ ડાહ્યાની હત્યા કરવાનો હતો આરોપ સૂર્યા મરાઠી અને મનુ ડાહ્યાની ગેંગ વચ્ચે ગેંગવોર સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા […]

Gujarat Surat
  • ગેંગવોરમાં સૂર્યા મરાઠી અને હાર્દિકનું મોત
  • સૂર્યા મરાઠીના મિત્ર હાર્દિક પટેલે કર્યો હુમલો
  • સૂર્યા મરાઠી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો
  • સૂર્યા મરાઠીના વળતા હુમલામાં હાર્દિકનું પણ મોત
  • સૂર્યાને હત્યાના આરોપસર નિર્દોષ જાહેર થયા હતા
  • મનુ ભાઈ ડાહ્યાની હત્યા કરવાનો હતો આરોપ
  • સૂર્યા મરાઠી અને મનુ ડાહ્યાની ગેંગ વચ્ચે ગેંગવોર

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સરેઆમ ગોળીબાર સુરતમાં સામાન્ય બની ગયા છે. સુરત શહેરમાં ડબલ મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ઘટના બની છે. કોઝ વે રોડ પર માથાભારે સૂર્ય મરાઠી પર જીવલેણ હુમલો થયો છે. ચપ્પુના ઘા મારીને આમને-સામને મારામારી થઈ છે.

થોડા દિવસ પહેલા હત્યાનાં કેસમાંથી સૂર્ય મરાઠી બહાર આવ્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને સૂર્ય મરાઠી અને તેના સાગરિત હાર્દિક પટેલની હત્યા થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, મનુ ડાહ્યા હત્યા કેસમાં હજી તો ત્રણ દિવસ પહેલાં જ સુર્યા મરાઠીને નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો. વેડરોડના માથાભારે સૂર્યા મરાઠી અને તેના મિત્ર હાર્દિક પટેલની હત્યાથી સુરતમાં ચાલતી ગેંગવોરને ખુલ્લી પાડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, વેડરોડ પર સૂર્યા મરાઠી ગેંગનું ભારે વર્ચસ્વ હતું. આજરોજ સવારે તેની વેડરોડ સ્થિત ઓફિસમાં સાતેક અજાણ્યા ધૂસી ગયા હતા અને તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યાનું ઢીમ ઢાળી દીધું હતું. આ હુમલામાં તેના મિત્ર હાર્દિક પટેલનું પણ મર્ડર થઈ ગયું હોવાથી સુરતમાં થયેલા આ ડબલ મર્ડરે અંડરવર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. એકબીજાના ખાસ મનાતા સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામસામે હુમલામાં બંનેના ટૂંકી સારવાર બાદ મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.