Not Set/ જૂનાગઢ બાદ ભેંસાણમાં મગફળી કોભાંડ! CCTVમાં કેદ થઇ ઘટના

જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામે માર્કેટિંગ યાર્ડમાં રાત્રીના અધિકારી દ્વારા ટ્રકો ઘુસાડવાનો પ્રયાસ થતા ખેડૂતોએ ટ્રકો ને ઝડપી લીધા જેમાં ટ્રકમાં રિજેક્ટ થયેલ મગફળી પાસ કરાવીને સરકાર સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ થતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. જૂનાગઢના ભેંસાણના મગફળી કૌભાંડના CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં મગફળીના શંકાસ્પદ જથ્થાની હેરફેર થતી દેખાય છે. પાટીદાર ટ્રેડિંગ […]

Gujarat Others

જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામે માર્કેટિંગ યાર્ડમાં રાત્રીના અધિકારી દ્વારા ટ્રકો ઘુસાડવાનો પ્રયાસ થતા ખેડૂતોએ ટ્રકો ને ઝડપી લીધા જેમાં ટ્રકમાં રિજેક્ટ થયેલ મગફળી પાસ કરાવીને સરકાર સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ થતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો.

જૂનાગઢના ભેંસાણના મગફળી કૌભાંડના CCTV સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં મગફળીના શંકાસ્પદ જથ્થાની હેરફેર થતી દેખાય છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ગત રાતે પોલીસ અને મામલતદારે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. મગફળી કાંડના કૌભાંડી સુધી પહોંચવામાં CCTV ફૂટેજ મહત્વના સાબિત થશે તેમ મનાય છે.

ભેસાણ તાલુકા મથકનું માર્કેટિંગ યાર્ડ અહીં દરરોજના 80 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે અને દરરોજ 20 કજવડુતો અહીં પોતાની મગફળી લઈને આવે છે જે યાર્ડની બહાર ટ્રેક્ટરો મગફળી સહિતના ઉભા છે ગત દિવસે આવેલા ખેડૂતોનો આજ દિન સુધી વારો આવ્યો અણથી અને મધ્ય રાત્રીના ઘુસાડવાનો પ્રયાસ થતા ખેડૂતોએ હોબાળો મચાવીને 3 ટ્રકોને ઝડપી પાડયા અને આ ત્રકોના સી.સી.ફૂટેજ પણ બહાર આવ્યા છે.

મામલતદાર સાહેબના આદેશ મુજબ નાયબ મામલતદાર સાહેબ આવીને પકડાયેલ ટ્રક અને મગફળીના ફોટા પાડવાનું જણાવ્યું છે જે મુજબ હું અહી આવીયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.