Mehsana news/ મહેસાણા મનપામાં હાથલારી ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ

હાથલારીઓ ખરીદી ((Handcart Purchase))લેવામાં આવ્યા બાદ હવે તેના ભાવ નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે

Gujarat Others
મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation)માં હાથલારીઓની ખરીદી (Handcart Purchase)મામલે કૌભાંડનાં આક્ષેપો સામે આવ્યા છે

Mehsana News : મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation)માં હાથલારીઓની ખરીદી (Handcart Purchase)મામલે કૌભાંડનાં આક્ષેપો સામે આવ્યા છે. વહીવટદાર શાસન દરમિયાન કરવામાં આવેલી હાથલારીઓની ખરીદીમાં પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે. આરોપ છે કે હાથલારીઓની ખરીદી પહેલાં યોગ્ય મંજૂરી અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહોતી.

હાથલારીઓ ખરીદી (Handcart Purchase) લીધા બાદ  ભાવ નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી 

માહિતી મુજબ, હાથલારીઓ ખરીદી (Handcart Purchase)લેવામાં આવ્યા બાદ હવે તેના ભાવ નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ખરીદી પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ ખરીદાયેલી નવી હાથલારીઓનો હજુ સુધી ઉપયોગ શરૂ થયો નથી અને તે લાંબા સમયથી ખુલ્લામાં પડેલી હોવાથી ધૂળ ખાઈ રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નવી હાથલારીઓ લાંબા સમય સુધી બિનઉપયોગી રહેતાં તેમાં કાટ લાગવા લાગ્યો છે. અગાઉની જૂની હાથલારીઓની સાથે નવી હાથલારીઓ પણ બિનઉપયોગી હાલતમાં જોવા મળી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2023-24 દરમિયાન 250 હાથલારીઓ પ્રતિ લારી અંદાજે ₹6,500ના ભાવે ખરીદવા ((Handcart Purchase))માં આવી હતી. જ્યારે વર્ષ 2025-26 દરમિયાન એટલી જ સંખ્યાની 250 હાથલારીઓ પ્રતિ લારી ₹10,200ના ભાવે ખરીદવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને ખરીદી વચ્ચેના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં પણ અનેક સવાલો ઊભા થયા છે.

આ સમગ્ર મામલે મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation)ની ખરીદી પ્રક્રિયા, મંજૂરીની સમયરેખા અને ભાવ નક્કી કરવાની પદ્ધતિ અંગે સ્પષ્ટતા થાય તેવી માંગ ઉઠી રહી છે. જોકે આક્ષેપોને લઈને મનપા તરફથી સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવે તે બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.


આ પણ વાંચો : શિક્ષણ વ્યવસ્થા અને NEET કૌભાંડ સામે દેશભરમાં રોષ: દિલ્હીમાં 16 મેટ્રો સ્ટેશન બંધ, રાહુલ ગાંધી સહિત અનેક સાંસદોની અટકાયત

આ પણ વાંચો : અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ: 75થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ ઝડપાયું