Not Set/ ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આવનારા દિવસોમાં હીટવેવનાં માસ્ટરસ્ટ્રોકથી અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો અંદાજે 44 ડીગ્રીને પણ આંબી શકે છે. દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડી રહી છે. લોકો આ ગરમીનાં કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં વધારો નોંધ્યો છે. અમદાવાદ ગરમીનું પ્રભુત્વ ફરી એકવાર વધવા લાગ્યું છે. અમદાવા આજે 44 […]

Top Stories Ahmedabad Gujarat
a 1 ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આવનારા દિવસોમાં હીટવેવનાં માસ્ટરસ્ટ્રોકથી અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો અંદાજે 44 ડીગ્રીને પણ આંબી શકે છે. દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડી રહી છે. લોકો આ ગરમીનાં કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં વધારો નોંધ્યો છે.

અમદાવાદ ગરમીનું પ્રભુત્વ ફરી એકવાર વધવા લાગ્યું છે. અમદાવા આજે 44 ડિગ્રી તાપમાન નોંધ્યું છે. જેથી અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યભરમાં આકરો તાપ લાગતી ગરમી આવી ગઈ છે.ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને લોકોની ચામડી દઝાડે તેવો તાપ પડી રહ્યો છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે.મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે.આગામી દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.