Not Set/ બનાસકાંઠાઃ દારૂનો વિરોધ કરનાર યુવકને બુટલેગરોએ માર્યો ઢોર માર, વિડીયો વાયરલ

ગુજરાતમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ઠેર ઠેર થઇ ગયા છે. પોલીસ આ મામલે ઘણીવાર કડક પગલા ભરી ચુકી છે. તેમ છતા બુટલેગરો અને જુગારનાં અડ્ડા ચલાવતા લોકો પર પૂરી રીતે અંકુશ મેળવવામાં અસફળ રહી છે. રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં આ પ્રકારનાં અડ્ડાઓ આપને જોવા મળશે. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠાની જ્યાં દારૂ વેચવાનું બંધ કરવાનું કહેતા […]

Gujarat Others
a 2 બનાસકાંઠાઃ દારૂનો વિરોધ કરનાર યુવકને બુટલેગરોએ માર્યો ઢોર માર, વિડીયો વાયરલ

ગુજરાતમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ઠેર ઠેર થઇ ગયા છે. પોલીસ આ મામલે ઘણીવાર કડક પગલા ભરી ચુકી છે. તેમ છતા બુટલેગરો અને જુગારનાં અડ્ડા ચલાવતા લોકો પર પૂરી રીતે અંકુશ મેળવવામાં અસફળ રહી છે. રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં આ પ્રકારનાં અડ્ડાઓ આપને જોવા મળશે. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠાની જ્યાં દારૂ વેચવાનું બંધ કરવાનું કહેતા યુવકને ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર મરવામાં આવ્યો હતો.

આપને જણાવીએ કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની આંગણવાડીમાં દેશી દારૂના વેચાણ બાબતે તકરાર થઇ હતી. તકરાર થતા યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો.

અરણીવાડા ગામે રહેતા અને મજુરી કરતા પરમાર રાકેશભાઈ બચુભાઈ તેમના આંગણવાડી કેન્દ્ર પાસે આવેલ દુકાન પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આંગણવાડીમાં કેટલાક શખ્સો  દેશી દારૂનો વેપાર કરી રહ્યા હતા. ભોગ બનનાર યુવાને શિહોરી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં યુવકે ઝાડ સાથે બાંધી 15 હજાર લૂંટી લેવાનો આક્ષેપ કર્યો હતો.