મધ્યપ્રદેશમાં જાતીય અપરાધો વધી રહ્યા છે બારના સાર વિસ્તારમાં ઘોડાદોડ્સરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની હતી, જ્યારે એક 13 વર્ષીય દલિત નાબલિગ સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેણીને માર મારવાનો પ્રયાસ થયો હતો.
નાબલિગ છોકરી સાંજે તેમના ખેતરમાં કામ કરી રહી હતી, ત્યારે પાડોશી ખેતરના માલિકને આ છોકરી એકલી દેખાઈ, તો તેને ભોળવીને ખેતરમાં ફરવા લઇ ગયા અને ત્યા તેની સાથે બળાત્કાર કર્યો.
જ્યારે છોકરી ચીસો પાડવા લાગી ત્યારે તેના માથા પર પથ્થર માર્યો હતો, જ્યારે તે બેભાન થઈ ગઇ. ત્યારબાજ પીડિતને બેહોશ સ્થિતિમાં નાળામાં ફેંકી દીધી હતી અને તેના પર પત્થર અને કાંટા નાખી દીધા હતા જેથી કોઈને ખબર ન પડે.
જ્યારે બાળકી ઘરે ન આવી તો પરિવારજનોએ ખેતરમાં શોધખોળ કરી. ઘણી શોધખોળ પછી એક પથ્થરની નીચે દબાયેલી હાલતમાં મળી આવી હકી. સૂચના મળતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યારે સ્થિતિમાં સુધારો થયો નહીં ત્યારે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી.
બાળકીના માથા પર ગંભરી ઇજા થઇ છે. પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.