Not Set/ કેજરીવાલ પર મરચાં પાઉડર ફેકનાર વ્યક્તિને દિલ્લી પોલીસે જાહેર કર્યો ‘અસ્થિર’ મગજનો

ગઈકાલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પર 40 વર્ષનાં અનિલ કુમાર શર્માએ મરચાં પાઉડરથી હુમલો કર્યો હતો અને પોલીસે એમની ધરપકડ પણ કરી લીધી હતી. સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ પોલીસે સ્ટેટમેન્ટ બદલ્યું હતું કે આં એક હુમલો જ હતો. IPC(ઇન્ડીયન પેનલ કોડ) ધારા 186,353,332 અને 506 હેઠળ પોલીસે અનિલ કુમાર પર કેસ ફાઈલ કરી દીધો […]

Top Stories India
anil sharma કેજરીવાલ પર મરચાં પાઉડર ફેકનાર વ્યક્તિને દિલ્લી પોલીસે જાહેર કર્યો ‘અસ્થિર’ મગજનો

ગઈકાલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પર 40 વર્ષનાં અનિલ કુમાર શર્માએ મરચાં પાઉડરથી હુમલો કર્યો હતો અને પોલીસે એમની ધરપકડ પણ કરી લીધી હતી. સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ પોલીસે સ્ટેટમેન્ટ બદલ્યું હતું કે આં એક હુમલો જ હતો.

IPC(ઇન્ડીયન પેનલ કોડ) ધારા 186,353,332 અને 506 હેઠળ પોલીસે અનિલ કુમાર પર કેસ ફાઈલ કરી દીધો છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રાજેશ ખુરાનાનું કહેવું હતું કે, ‘તેમ છતાં અમને કોઈ ફોર્મલ ફરિયાદ સીએમ ઓફીસથી મળી નથી.’

શર્મા કેજરીવાલ પાસે ગયો અને કહ્યું હતું કે, ‘તમારાથી જ આશા છે’ અને પછી શર્મા કેજરીવાલનાં પગે પડવા જતો હતો.

દિલ્લી પોલીસે જણાવ્યું હતું કે, ‘ઈન્ટેલીજન્સ બ્યુરો, સ્પેશીયલ સેલ અને લોકલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એ માણસ અસ્થિર મગજનો અને બોલવામાં ક્લીઅર નથી.’ એ માણસ વાક્યને સરખી રીતે બોલી પણ ન શકતો હતો એની ભાષાની ઓછી જાણકારીને લીધે.