Not Set/ માનવતા મરી પરવારી : કૂતરું નવજાત શિશુના ચીંથરા ઉડાવી રહ્યું હતું, લોકો વ્યસ્ત હતા તેનો વિડીયો બનાવવામાં

સોશ્યલ મીડિયા પ્રત્યે આજે લોકો ગાંડા થઇ ગયા છે. ઘણી બધી વખત તેવી પરિસ્થિતિ આવે છે કે લોકો મદદ કરવાને બદલે પોતાના ફોનથી વિડીયો બનાવવામાં મશગુલ હોય છે. બિહારમાં સમસ્તીપુરમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર કોઈક નવજાત બાળકને ત્યજીને જતું રહ્યું હતું. આ નવજાત શિશુને રસ્તા પર રખડતું કુતરું ખુબ જ ક્રુરતા […]

Top Stories India Trending
mae segurando o pe do bebe માનવતા મરી પરવારી : કૂતરું નવજાત શિશુના ચીંથરા ઉડાવી રહ્યું હતું, લોકો વ્યસ્ત હતા તેનો વિડીયો બનાવવામાં

સોશ્યલ મીડિયા પ્રત્યે આજે લોકો ગાંડા થઇ ગયા છે. ઘણી બધી વખત તેવી પરિસ્થિતિ આવે છે કે લોકો મદદ કરવાને બદલે પોતાના ફોનથી વિડીયો બનાવવામાં મશગુલ હોય છે.

બિહારમાં સમસ્તીપુરમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર કોઈક નવજાત બાળકને ત્યજીને જતું રહ્યું હતું.

આ નવજાત શિશુને રસ્તા પર રખડતું કુતરું ખુબ જ ક્રુરતા પૂર્વક ખાઈ રહ્યું હતું. જોવાની વાત તો એ છે કે રસ્તા પર ઉપસ્થિત કોઈ પણ લોકોએ આ કૂતરાને ભગાડવાની કોશિશ ન કરી ઉપરથી તેઓ પોતાના સ્માર્ટ ફોનમાં વિડીયો બનાવી રહ્યા હતા.

આ ઘટના સર્કીટ હાઉસ નજીકની છે. રસ્તા પર લોકો કૂતરો જે રીતે બાળકીને ખાઈ રહ્યો હતો તેનો તમાશો જોવા માટે લોકોની ભીડ જામી ગઈ હતી. આ ઘટના સ્થળની એક તરફ હોસ્પિટલ છે અને બીજું તરફ સર્કીટ હાઉસ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ બાળકને કોણ અહી મૂકી ગયું, ક્યાંથી આવ્યું તેની લોકોને કઈ જ ખબર નથી. સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલ લોકો પણ આ મામલે કઈ બોલવા તૈયાર નથી.