Not Set/ મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ : 46 વર્ષ બાદ આ સીટ પર પણ હારી ગયું ભાજપ

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપની રાજ્યમાં સૌથી સુરક્ષિત સીટ મનાતી વિદિશા સીટ પરથી ભાજપના મુકેશ ટંડનની હાર થઇ છે. આ સીટ પરથી કોંગ્રેસના શશાંક ભાર્ગવની જીત થઇ છે. ભાર્ગવને 80,332 વોટ મળ્યા, જયારે ભાજપના મુકેશ ટંડનને 64,878 વોટ મળ્યા હતા. જણાવી  દઈએ કે, વીઆઈપી સીટ મનાતી વિદિશા વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું સંસદીય […]

Top Stories India
255569 kamal nath with shivraj મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ : 46 વર્ષ બાદ આ સીટ પર પણ હારી ગયું ભાજપ

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપની રાજ્યમાં સૌથી સુરક્ષિત સીટ મનાતી વિદિશા સીટ પરથી ભાજપના મુકેશ ટંડનની હાર થઇ છે. આ સીટ પરથી કોંગ્રેસના શશાંક ભાર્ગવની જીત થઇ છે. ભાર્ગવને 80,332 વોટ મળ્યા, જયારે ભાજપના મુકેશ ટંડનને 64,878 વોટ મળ્યા હતા.

જણાવી  દઈએ કે, વીઆઈપી સીટ મનાતી વિદિશા વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું સંસદીય ક્ષેત્ર છે. ઉપરાંત  શિવરાજ સિંહનું પણ સંસદીય ક્ષેત્ર રહ્યું છે. 2013ની ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણે અહીંથી ચૂંટણી લડી હતી.  જોકે, બાદમાં એમણે રાજીનામુ આપી દીધું હતું.

વળી, 2008ની ચૂંટણીમાં રાઘવજીએ વિદિશાથી જીત મેળવી હતી. 1962ની ચૂંટણીમાં હિન્દૂ મહાસભાના ગોરેલાલ અહીંથી જીત્યા હતા. 1977માં જનતા પાર્ટીના નરસિંહ દાસ ગોયલ ચૂંટણી જીત્યા હતા. 1980 થી લઈને 2013 સુધી આ સીટ પર ભાજપનો કબ્જો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસને જીત મેળવવામાં સફળતા મળી.