india news/ અયોધ્યા બાદ હવે બદરીનાથ ધામમાં ચઢાવાને લઈને વિવાદ, તપાસ સમિતિની રચના

Badrinath Dham: ઉત્તરાખંડના વિશ્વવિખ્યાત બદરીનાથ ધામમાં ભક્તોના ચઢાવાને લઈને વિવાદ ઉભો થયો છે. એક ધાર્મિક સંગઠને મંદિરમાં ચઢાવવામાં આવતા દાનમાંથી ગેરરીતિ અને ચોરીના ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો બાદ બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC) દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપોમાં મંદિર સમિતિના અધ્યક્ષ સાથે સંકળાયેલા એક કર્મચારીની […]

Top Stories India
Badrinath

Badrinath Dham: ઉત્તરાખંડના વિશ્વવિખ્યાત બદરીનાથ ધામમાં ભક્તોના ચઢાવાને લઈને વિવાદ ઉભો થયો છે. એક ધાર્મિક સંગઠને મંદિરમાં ચઢાવવામાં આવતા દાનમાંથી ગેરરીતિ અને ચોરીના ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો બાદ બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC) દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપોમાં મંદિર સમિતિના અધ્યક્ષ સાથે સંકળાયેલા એક કર્મચારીની ભૂમિકાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, સમિતિના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે જે વ્યક્તિને તેમના ખાનગી સચિવ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, તે હકીકતમાં સમિતિનો નિયમિત કર્મચારી છે અને અગાઉ પણ વિવિધ અધ્યક્ષો સાથે ફરજ બજાવી ચૂક્યો છે.

આ મામલે BKTCના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)એ સંબંધિત કર્મચારીઓને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી છે. સાથે જ નિષ્પક્ષ તપાસ માટે વિશેષ સમિતિ બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે જો તપાસ દરમિયાન કોઈપણ કર્મચારી દોષિત સાબિત થશે તો તેની સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભક્તોની આસ્થા સાથે જોડાયેલા મામલામાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપો સામે આવ્યા બાદ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જોકે ઉપલબ્ધ ફૂટેજમાં ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવાથી સંબંધિત વ્યક્તિની ઓળખ અંગે હજુ અંતિમ નિષ્કર્ષ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી BKTC વિવિધ કારણોસર ચર્ચામાં રહી છે. મંદિર વ્યવસ્થાપન, દાન પ્રણાલી અને પારદર્શિતાને લઈને અગાઉ પણ અનેક પ્રશ્નો ઉઠી ચૂક્યા છે. તાજેતરના આક્ષેપો બાદ મંદિર સમિતિ માટે ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવો મોટો પડકાર બન્યો છે.

સમિતિનું કહેવું છે કે સમગ્ર તપાસ પારદર્શક રીતે કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે હકીકતો જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો : અયોધ્યામાં રામ મંદિર વિરોધ મામલે અજય રાય સહિત કોંગ્રેસ નેતાઓ નજરકેદ

આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર ચોરી કેસ: VHP એ પોતાને મંદિરના વહીવટથી દૂર કર્યા, જાણો શું કહ્યું?

આ પણ વાંચો :અયોધ્યા રામ મંદિરમાં ચોરી કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર