Junagadh News : વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપી છે. ભૂપત ભાયાણીનું કહેવું છે કે વિસાવદર બેઠક પર આમ આદમીનું પ્રભુત્વ અમારા લીધે હતું. જનતાએ અમને સેવા અને સહયોગને લઈને અમને જીતાડ્યા હતા.
આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજુદ રહ્યું નથી, એમ ભાયાણીએ વધુમાં કહ્યું હતું. તે સિવાય તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં આપને લોકોએ જાકારો આપ્યો હતો. વિસાવદરમાં 24માંથી 20 બેઠકો પર આપની ડિપોઝિટ ગઈ હતી.
લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તે નક્કી છે, એમ તેમણે કહ્યું હતું. હાલ વિધાનસભાની ચૂંટણી લઈને કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ આપ દ્વારા ગોપાલ ઇટાલીયાનું નામ જાહેર કરતા આશ્ચર્ય સર્જાયું છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ
આ પણ વાંચો:યલો એલર્ટ : દરિયાકાંઠા વિસ્તારોમાં આજે બફારો, રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
