મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે બે વાગ્યાની આસપાસ તેમના ગામ રાલેગણ સિધ્ધિમાં સામાજિક કાર્યકર અન્ના હજારેને મળવાના છે. આ પહેલા પણ ફડણવીસ અને ગિરીશ મહાજન એક વખત અન્નાને મળ્યા છે. કેન્દ્રના નવા કૃષિ બિલના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં અન્ના હજારે આવતીકાલથી ભૂખ હડતાલ શરૂ કરશે.
અન્નાના આ આંદોલન પૂર્વે ભાજપના નેતાઓ સતત તેમની સાથે બેઠક કરી રહ્યા છે અને તેમને આ આંદોલન ન કરવા વિનંતી કરી રહ્યા છે, તેમ જ તેમને કૃષિ બિલ અંગે બે વખત દરખાસ્ત આવી છે. આવી સ્થિતિમાં જો અન્ના આજે પણ સહમત ન થાય તો આવતીકાલે અન્ના ભૂખ હડતાલ દ્વારા રાલેગણમાં આંદોલન શરૂ કરશે. અન્નાના ઉપવાસથી કેન્દ્રની મુશ્કેલીઓ વધી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે અન્ના હજારેને રાજી કરવા પ્રયાસો શરૂ કરી દીધા છે. અન્ના હજારેને ઉપવાસ કરવાથી રોકવા માટે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરી આજે અન્ના હઝારે સાથે વાત કરશે. કૈલાસ ચૌધરી પહેલા મહારાષ્ટ્રના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ હરિભાઇ બાગડે, પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અહેમદનગરના સાંસદ સુજય વિખે પાટીલ સહિત અન્ય ઘણા નેતાઓ પણ અન્ના હજારેને મનાવવા માટે પહોંચ્યા છે. જોકે અન્ના હજારે કોઈપણ કિંમતે પીછેહઠ કરવા તૈયાર નથી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
