Breaking News/ સ્વીડનની શાળામાં ગોળીબાર, 10 લોકોના મોત, ગભરાટ સર્જાયો

આ શૂટિંગ ઓરેબ્રોની હદમાં થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Top Stories World Breaking News

Breaking News: સેન્ટ્રલ સ્વીડનની (Central Sweden) એક સ્કૂલમાં (School) ગોળીબાર થયાના સમાચાર છે. આ ફાયરિંગમાં (Firing) 10 લોકો માર્યા ગયા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, મૃતકોમાં બંદૂકધારીઓનો સમાવેશ થાય છે કે કેમ તે બહાર આવ્યું નથી. જો કે આ ફાયરિંગમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

શું છે સમગ્ર મામલો?

આ શૂટિંગ ઓરેબ્રોની હદમાં થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં આ ગોળીબાર થયો તે સ્થળ સ્ટોકહોમથી લગભગ 200 કિલોમીટર દૂર છે. સ્થાનિક પોલીસ વડા રોબર્ટો એડ ફોરેસ્ટનું કહેવું છે કે આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે.

स्वीडन के शिक्षा केंद्र में बड़ा हमला, गोलीबारी में 10 लोगों की मौत - Sweden Firing In School Killed Many Örebro 200km west of Stockholm NTC - AajTak

તેમણે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગ સ્કૂલ (બિલ્ડીંગ)ની અંદર થયું હતું કે અન્ય કોઈ જગ્યાએ. આ ગોળીબાર જે સ્કૂલમાં થયો હતો ત્યાં 20 વર્ષથી વધુ ઉંમરના લોકો અભ્યાસ કરે છે. આ શાળાનું નામ કેમ્પસ રિસબર્ગસ્કા છે. આ મામલે પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સમગ્ર સ્વીડન માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે.

પોલીસ અધિકારી ફોરેસ્ટે કહ્યું, ‘અમને લાગે છે કે તે એકમાત્ર ગુનેગાર છે. ગોળીબાર અત્યંત દુ:ખદ હતો, જેમાં ઘણા લોકો સામેલ હતા. આ એક ભયંકર ઘટના છે, તે અસાધારણ અને દુઃસ્વપ્ન છે. લોકોને આ વિસ્તાર ટાળવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે. સ્વીડનના ન્યાય પ્રધાન ગુન્નર સ્ટ્રોમરે મંગળવારે પોલીસ ઓપરેશનની તીવ્રતાનું વર્ણન કર્યું અને કહ્યું કે સરકાર પોલીસ સાથે ગાઢ સંપર્કમાં છે અને વિકાસ પર નજીકથી નજર રાખી રહી છે.

स्वीडन में स्कूल पर हमला, पांच लोगों को मारी गई गोली - Dainik Dehat

સ્વીડનમાં બનેલી આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. આ પહેલા પણ વિદેશમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વીડનનો NATOમાં સમાવેશ, દેશ માટે ઐતિહાસિક ક્ષણ

આ પણ વાંચો:સ્વીડનની અનોખી બેંક લૂંટ, 6 દિવસ સુધી લાઈવ ટેલિકાસ્ટ, 7માં દિવસે બેંક લૂંટારૂને થયો સુંદર બેંકર સાથે પ્રેમ,જાણો કહાણી

આ પણ વાંચો:સ્વીડનમાં શરૂ થશે સેક્સ ચેમ્પિયનશિપ, દરરોજ 6 કલાકની રમત… જાણો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય