Not Set/ તમિલનાડુ/ થર્મલ પાવર સ્ટેશનમાં બોઇલર ફાટતા 6 લોકોનાં મોત, 17 ઘાયલ

તામિલનાડુનાં કુડ્ડાલોર જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટના થઇ છે. અહીં થર્મલ પાવર પ્લાન્ટનાં બોઇલરમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકોનાં મોત અને 17 અન્ય લોકો ઘાયલ થયા છે. તમિલનાડુની રાજધાની ચેન્નઇથી લગભગ 180 કિલોમીટર દૂર કુડ્ડાલોરમાં એનએલસી ઇન્ડિયા લિમિટેડનાં પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાવર પ્લાન્ટનાં અધિકારીએ કહ્યું કે, […]

India

તામિલનાડુનાં કુડ્ડાલોર જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટના થઇ છે. અહીં થર્મલ પાવર પ્લાન્ટનાં બોઇલરમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકોનાં મોત અને 17 અન્ય લોકો ઘાયલ થયા છે. તમિલનાડુની રાજધાની ચેન્નઇથી લગભગ 180 કિલોમીટર દૂર કુડ્ડાલોરમાં એનએલસી ઇન્ડિયા લિમિટેડનાં પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાવર પ્લાન્ટનાં અધિકારીએ કહ્યું કે, “બોઈલર ચાલુ નહોતું. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.” પાવર પ્લાન્ટમાં બે મહિનામાં આ બીજો વિસ્ફોટ થયો છે. મે મહિનાની શરૂઆતમાં, બોઈલર વિસ્ફોટમાં આઠ કામદારો બળી ગયા હતા, આ કામદારોમાં નિયમિત અને કરાર બંને કામદારો શામેલ હતા. કંપની 3,940 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે જે પ્લાન્ટમાં વિસ્ફોટ થયો તેમા 1,470 મેગાવોટનું ઉત્પાદન થતુ હતુ.