ભાજપે લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તેમનો સંકલ્પપત્ર રિલીઝ કર્યો હતો.પક્ષના સિનિયર નેતા રાજનાથસિંહની ચેરમેનશીપ હેઠળ 12 સભ્યોની ટીમે આ સંકલ્પપત્ર તૈયાર કર્યો છે.
ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે 300 રથ, 7700 સૂચન બોક્સ, 110 સંવાદ કાર્યક્રમોએ મેનિફેસ્ટોનો રચના કરવા માટે યોગદાન આપ્યું હતું.
દિલ્હી પાર્ટી કાર્યાલયમાં વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં મેનિફેસ્ટો જાહેર કરાયો હતો.
પાર્ટી પ્રેસિડન્ટ અમિત શાહે કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂરા થતા 75 પગલાં નક્કી કર્યા છે. શાહે કહ્યું કે આજે દેશ દુનિયામાં એક મહાશક્તિ બનીને ઉભર્યું છે. દરેક ભારતીયને આ દિવસની રાહ હતી. ફેડરલ સ્ટ્રકચર વાળા દેશમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. મોદી સરકારે પાંચ વર્ષની અંદર 50 મોટા નિર્ણય કર્યા છે. જે દેશના ઇતિહાસમાં ખૂબ જ અગત્યના છે.
અહીં જુવો સંકલ્પપત્રની હાઈલાઇટ્સ
ઘોષણા પત્ર પર બોલ્યા રાજનાથ
ભાજપના સંકલ્પ પત્રમાં 75 વચન છે
2022 સુધી બધા વચન પુરા કરવાનું કર્યું એલાન
12 સમિતિઓને સંકલ્પ પૂર્વ પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી
દેશના બધા જ ક્ષેત્રો અને સમુદાયોથી ચર્ચા કર્યા પછી બનાવ્યું સંકલ્પ પત્ર
આતંકવાદ પર જીરો ટોલરેમન્સની નીતિ પ્રતિબદ્ધતા
નાગરિક સંશોધન બિલ મંજુર કરશે.
રામ મંદિર પર બધા વિકલ્પો શોધીશું
કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ રૂપિયા સુધી લોન પર શૂન્ય ટકા વ્યાજ દર
એક વર્ષ સુધીના કૃષિ લોન પર 5 વર્ષ સુધી વ્યાજ નહીં
દેશના તમામ ખેડૂતોને 6000 વર્ષે મળશે.
60 વર્ષની ઉંમર પછી દેશના ખેડૂતોને પેંશન સુવિધા
60 વર્ષની ઉંમર પછી દેશના નાના દુકાનદારોને પણ પેંશનની સુવિધા
કલમ 370 ખતમ કરવામાં આવશે.
કૃષિમાં ઉત્પાદકતા વધારવા 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ,દરેક ખેડૂતને મળશે 6000 રૂપિયા વાર્ષિક.
જમ્મુ-કાશ્મીરમાંથી 35-A હટાવાની કોશિષ કરવામાં આવશે
ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો વધારીશું
તમામ જમીન રેકોર્ડ ડિજિટલ કરવામાં આવશે.
તમામ ઘરોમાં સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા
બધા ગરીબ પરિવારોને એલપીજી કનેક્શન
નેશનલ હાઇવે ડબલ કરીશું
75 નવા મેડિકલ કોલેજ બનાવામાં આવશે
2022 સુધી રેલવે લાઈનનું વિદ્યુતકરણ
2022 સુધી રેલ પાટા ને બ્રોડ ગેજમાં બદલવામાં આવશે
દરેક વ્યક્તિને પાંચ કિલોમીટરની અંદર બેંકિંગ મળી
લઘુ,સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ
આદિવાસી સ્વતંત્રતા ફાઇટર્સનો મ્યુઝિયમ
તીન તલાકના વિરુદ્ધ કાનૂન બનશે
