Gujarat election 2022/ ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાતમાં મોરબી ખાતે ઝૂલતો પૂલ તૂટી પડતા 135 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને શોકનું મોજુ પણ ફરી વળ્યું હતું

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. તેવામાં અત્યારે બપોરે 12 વાગ્યે ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. આમાં ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં મોરબી ખાતે ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી એ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. રિપોર્ટ્સ આધારે ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. અત્યારે ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારોની સંખ્યા છે. વળી રાજ્યમાં 10 હજાર 460 મતદારોની ઉંમર 100 વર્ષ કે તેથી વધુની છે.

ગુજરાતમાં મોરબી ખાતે ઝૂલતો પૂલ તૂટી પડતા 135 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને શોકનું મોજુ પણ ફરી વળ્યું હતું. આ દરમિયાન આજે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે એવા અહેવાલો મળી રહ્યા છે. ઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોરબીની આ દર્દનાક દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.