Gujarat election 2022/ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 અને બીજા તબ્બકામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર થશે મતદાન,જાણો

ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 14થી 17 નવેમ્બર સુધીમાં નામાંકન ભરી શકશે

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. તેવામાં અત્યારે બપોરે 12 વાગ્યે ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ્સ આધારે ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. અત્યારે ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારોની સંખ્યા છે. વળી રાજ્યમાં 10 હજાર 460 મતદારોની ઉંમર 100 વર્ષ કે તેથી વધુની છે. ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 14થી 17 નવેમ્બર સુધીમાં નામાંકન ભરી શકશે અને 17થી 21 નવેમ્બર વચ્ચે તેઓ નામાંકન પાછું ખેંચી શકે છે. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

 

પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે.