Patan News: પાટણ(Patan)ના વરાણા નજીક ટ્રકમાંથી ઝડપાયેલા ચોખાનો જથ્થો સરકારી હોવાનું તપાસમાં બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. માલ મોકલનાર અને માલ લેનાર સહિત 4 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સરકારી અનાજમાં થતાં કૌભાંડનો છાશવારે મામલા બહાર આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પુરવઠા વિભાગે સરકારી અનાજનો ગેરકાયદેસર થતો સપ્લાય અટકાવવા, વચેટિયાઓનો પર્દાફાશ કરવા પુરવઠા વિભાગે, પોલીસે તપાસ હાથ ધરી હતી. પુરવઠા વિભાગે વરાણા નજીક દરોડા પાડ્યા હતા. દરમિયાન ટ્રકમાંથી ઝડપાયેલા ચોખાનો જથ્થો સરકારી હોવાનું ખુલાસો થતાં ચોખાના સેમ્પલ લઇ તપાસ માટે મોકલ્યા હતા. તપાસ માટે મોકલાતા સરકારી જથ્થો હોવાનું સામે આવ્યું છે.
36.400 કિલો ચોખાનો જથ્થો સરકારી હોવાનું ખુલતાં સમી પોલીસ મથકે કુલ 4 ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. માલ મોકલનાર અને માલ લેનાર સહિત 4 ઇસમો સામે ફરિયાદ સમી પોલીસે નોંધી છે.
મહેસાણામાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં સરકારી ચોખાનું કણકી બનાવવાનું રેકેટ ચાલતું હતું. માહિતી પ્રમાણે ચોખામાંથી કણકી બનાવી વિદેશ મોકલતા હતા. આ કણકી પોર્ટુગલ મોકલવામાં આવતી હતી. પુરવઠા વિભાગ અને મહેસાણા પોલીસને પોર્ટુગીઝ ભાષામાં લખેલી કણકીની બેગો મળી આવી હતી. બાતમીના આધારે તપાસ કરતાં મસમોટું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. જીલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગે રૂપિયા 49 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો:અનાજ મેંદરડા ખાતે સંગ્રહ થાય તે પૂર્વે જ પુરવઠા વિભાગના દરોડા
આ પણ વાંચો:મહેસાણામાં પુરવઠા વિભાગે સરકારી અનાજનું કૌંભાડ ઝડપ્યું
આ પણ વાંચો:ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો