Valsad News/ ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત

અન્ય બાઈક પર સવાર દંપતિને પણ ઇજાઓ પહોંચી છે.

Top Stories Gujarat

Valsad News: વલસાડ (Valsad) નજીક ધરમપુર (Dharampur) ખાતે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં એક વિદ્યાર્થી મોતને ભેટ્યો છે. ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વલસાડમાં ધરમપુર નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. અકસ્ણાતમાં રિતેશ દિવાન નામનો વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા આવા જતો હતો, દરમિયાન સામે આવતા બાઈક ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આશાસ્પદ યુવકનું મોત થયું હતું. મોતથી પરિવારમાં ગમગીની ફેલાઈ છે. સાથે 2 વિદ્યાર્થીઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અન્ય બાઈક પર સવાર દંપતિને પણ ઇજાઓ પહોંચી છે. માલનપાડા કેન્દ્ર પર યુવક ધો. 12ની પરીક્ષા આપવા જતો હતો. એક જ બાઈક પર ત્રણ વિદ્યાર્થી મિત્રો સવાર હતા. ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

ભાવનગરના યાત્રિકોને પ્રયાગરાજથી હરિદ્વાર જતી બસને ઉત્તરપ્રદેશમાં અકસ્માત (Accident) નડ્યો છે. ટ્રોલી પાછળ બસ ઘૂસી જતા 2ના મોત થયા હતા. બરેલીમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. ભાવનગર શહેરના સુભાષનગરથી ગત શનિવારે બસ ઉપડી હતી. મહાકુંભ (Mahakumbh) સહિતના ધાર્મિક પ્રવાસે બે બસ રવાના થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત

આ પણ વાંચો:અમીરગઢ હાઈ-વે પર બસ અને કારની ટક્કરમાં ભયાનક અકસ્માત, 5 મુસાફરોના મોત