Gujarat News : રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) અધિનિયમ, ૨૦૧૬ અંતર્ગત, રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેનો તમામ ડેટા રેરા પોર્ટલ પર જાહેર ડોમેઇનમાં ઉપલબ્ધ હોય છે. આમાં પ્રમોટર દ્વારા દર ત્રિમાસિક અહેવાલ તરીકે પ્રોજેક્ટની પ્રગતિ તથા યુનિટ બુકિંગની વિગત રજૂ કરવાની થાય છે.
રેરા ઓથોરીટી દ્વારા પ્રોજેક્ટના તાજેતરના ત્રિમાસિક અહેવાલમાં પ્રમોટર દ્વારા દર્શાવાયેલ એલોટીઝના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ‘SMS’ મોકલવાની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ SMS મારફત પ્રમોટર દ્વારા ત્રિમાસિક અહેવાલમાં અપલોડ કરેલ પ્રોજેક્ટની વિગતો અને તથા તેની પ્રગતિ સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે હવે પછી દર વર્ષે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર માસમાં ‘Website Link’ મોકલવામાં આવશે. જેના દ્વારા એલોટીઝ પોતાના પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક વિગત જાણી શકશે.
આ પહેલના લાભરૂપે, પ્રોજેક્ટના સંબંધિત આશરે ૩ લાખ જેટલા એલોટીઝ પોતાના મોબાઇલ ફોન પર JM-GRERA-G મળેલા SMSની ‘Website Link’ મારફતે તેમના રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેની તાજેતરની વિગતો સરળતાથી મેળવી શકશે. આ સુવિધા એલોટીઝને માહિતગાર કરવા સાથે સાથે તેમના વિશ્વાસમાં વધારો કરવા દિશામાં રેરા ઓથોરીટીનું મહત્વપૂર્ણ પગલું છે.
જો કોઈ પ્રોજેક્ટના એલોટીને SMS મળે નહી, તો રેરા પોર્ટલ ઉપર આપનો સાચો અને યોગ્ય મોબાઈલ નંબર દર્શાવવા આપના પ્રોજેક્ટ પ્રમોટરને જાણ માટે તેમજ ગુજરાત રેરા, ગાંધીનગર દ્વારા તમામ એલોટીને આથી અપીલ પણ કરવામાં આવે છે જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.
આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
