Surat News : સુરતના ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં ગત રવિવારે રોડ પર કેમિક યુક્ત પાણી ભરાયા હતા. જેને પગલે તંત્ર દ્વારા વધુ 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા. તે સિવાય અગાઉ પણ 7 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાંઆવ્યા હતા. જેને પગલે મેયર અને ધારાસભ્યો સ્થળ ઉપર દોડી ગયા હતા.બાદમાં GPCBને સંપર્ક કરી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આ મામલે SMC અને GPCB અધિકારીઓએ સર્વે કર્યો હતો.ઉધના GIDC વિસ્તારનો પણ અધિકારીઓએ સર્વે કર્ય હતો. જેમાં ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા.બીજીતરફ સુરતમાં ફરી કેમિકલ યુક્ત લાલ-લીલુ પાણી જોવા મળ્યું હતું. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ મફત નગરમાં કેમિકલ પાણી નીકળ્યું હતું. સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
પાણી પાછળ જવાબદાર કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ હોવાનું કોર્પોરેટરે જણાવ્યું હતું. જેને પગલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. કોર્પોરેટરે SMC અને GPCB ના અધિકારીઓની મીલીભગત હોવાનું પણ કહ્યું હતું. બીજીતરફ ઉધનાના રોડ નં. 10 ઉપર મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ પાણી ઉભરાયુ હતું.
જેમાં મિલોનું વેસ્ટિજ કેમિકલ ડ્રેનેજ લાઇનમાં છોડી દેવામાં આવે છે.કેમિકલ યુક્ત પાણીથી લોકોને ચામડીના રોગ થયા હોવાની ભીતિ પણ છે. બીજીતરફ તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, એમ કોર્પોરેટચરે વધુમાં કહ્યું હતું.
આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર
આ પણ વાંચો:સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે
આ પણ વાંચો: કાંકરિયા દુર્ઘટનાના પાંચ વર્ષ પછી સરકારને એમ્યુઝમેન્ટ રાઇડના નિયમો બનાવવાનું યાદ આવ્યું
