Not Set/ વડોદરા પીસીબીએ અન-અધિકૃત રીતે આયાત કરેલી મોંઘી વિદેશી સિગરેટ ના જથ્થા સાથે દુકાન માલિક ને ઝડપી પાડ્યો

વડોદરા પીસીબીએ શહેરમાં ગેરકાયદેસર અન અધિકૃત રીતે આયાત કરેલી અલગ અલગ બ્રાન્ડની મોંઘી વિદેશી સિગરેટ ના જથ્થા સાથે દુકાન માલિક ને ઝડપી પાડ્યો છે વડોદરા પીસીબી ને બાતમી મળી હતી કે વડોદરા ના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વેરાઈ માતાના ચોક ખાતે આવેલ  સ્ટોર માં મોંઘી બ્રાન્ડની વિદેશી સિગારેટો વેચવામાં આવે છે જેની ઉપર આરોગ્ય ચેતવણી […]

Gujarat Vadodara

વડોદરા પીસીબીએ શહેરમાં ગેરકાયદેસર અન અધિકૃત રીતે આયાત કરેલી અલગ અલગ બ્રાન્ડની મોંઘી વિદેશી સિગરેટ ના જથ્થા સાથે દુકાન માલિક ને ઝડપી પાડ્યો છે

વડોદરા પીસીબી ને બાતમી મળી હતી કે વડોદરા ના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વેરાઈ માતાના ચોક ખાતે આવેલ  સ્ટોર માં મોંઘી બ્રાન્ડની વિદેશી સિગારેટો વેચવામાં આવે છે જેની ઉપર આરોગ્ય ચેતવણી સંદર્ભે ચિત્રો પણ હોતા નથી.જે બાતમીને આધારે સ્ટોર અને ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને અલગ અલગ બ્રાન્ડની અન અધિકૃત સિગરેટ ના ૧૦૧૦ પેકેટ તથા કોઇપણ કંપનીના સિમ્બોલ વગરના તમ્બકુના ૨૦૪ પેકેટ મળી કુલ ૨,૩૮,૭૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દુકાન માલિક ગીરીશ ભારવાની ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે